હવે તમે પણ બની શકો છો Amitabh Bachchanના પાડોશી, બસ ખર્ચવા પડશે આટલા રૂપિયા…
મુંબઈ: હેડિંગ વાંચીને જ મનમાં લડ્ડુ ફૂટવા લાગ્યા ને? બિગ બીના પડોશી થવાનું અનેક લોકોનું સપનું હશે, પણ કોણ હશે એ ભાગ્યશાળી વ્યક્તિ કે જેને આ સૌભગ્ય સાંપડશે. Amitabh Bachchan નામ જ કાફી છે. વિશેષ કોઈ પરિચય કે ઓળખાણની જરૂર જ નથી. મેગાસ્ટાર, સદીના મહાનાયક Amitabh Bachchan પોતાના પડોશી હોય એવું કોને ના ગમે? બધાને એવી ઈચ્છા હોય જ.
હવે તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે એમ છે, કારણ કે Amitabh Bachchanના Jalsa Bunglowની બાજુમાં આવેલો એક બંગલો વેચવાનો છે. તમે એ બંગલો ખરીદી લો તો Big Bના પડોશી બનવાની તમારી ઈચ્છા ચોક્ક્સ પૂરી થઈ શકે છે. આવો જોઈએ શું છે આ બંગલાની કિંમત અને કઈ રીતે તમે એને ખરીદી શકો છો એ…
મળી રહેલી માહિતી પ્રમાણે જૂહુ ખાતે આવેલા Jalsa Bunglowની બાજુમાં આવેલા એક બંગલાની લિલામીની જાહેરાત એક બેંકે દ્વારા કરવામાં આવી છે. બંગલાનો કાર્પેટ એરિયા 1,164 સ્ક્વેર ફૂટ છે જ્યારે એની આસપાસની ખુલી જગ્યા 2175 સ્ક્વેર ફૂટ છે. આ બંગલાની હરાજી થવાની છે, એવો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
ALSO READ: 81 વર્ષેય 9 To 5 કામ કરે છે આ Bollywood’s Actor, પોસ્ટ કરી ફેન્સ સાથે શેર કરી પીડા…
બેંક દ્વારા પબ્લિક નોટિસ બહાર પાડીને આ બંગલાની હરાજીની જાહેરાત કરવામાં આવી છે.આ બંગલાની મૂળ કિંમત 40 કરોડ રૂપિયા છે અને લેણદાર 60 દિવસમાં 12.89 કરોડનું દેવું ચૂકવવામાં નિષ્ફળ ગયા હોવાને કારણે આ લિલામી થઈ રહી છે. દરમિયાન હવે બિગ બીને કારણે આ બંગલોની Auction Valueમાં કેટલો વધારો થાય છે એ તરફ લોકોની નજર ટકી રહેલી છે.
વાત કરીએ બિગ બી અને તેમના વર્ક ફ્રન્ટની તો હાલમાં બિગ બી લોકપ્રિય ક્વિઝ શો Kaun Banega Crorepatiની 16મી સીઝન માટેનું શૂટ કરી રહ્યા છે. આ બાબતે તેમણે ખુદ પોતાના બ્લોગ પર પોસ્ટ કરીને ફેન્સને તેની જાણકારી આપતાં જણાવ્યું હતું કે તેઓ સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધી non-stop શૂટ કરી રહ્યા છે. બિગ બી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ એક્ટિવ છે અને તેઓ અવારનવાર પોસ્ટ કરીને ફેન્સને પોતાના ડે ટુ ડે લાઈફની નાનામાં નાની અપડેટ્સ આપતા હોય છે.