આ કોના જવાથી તૂટી પડ્યાં અમિતાભ બચ્ચન, બ્લોગ પોસ્ટ કરી કહ્યું કે વધુ એક ખોટ…

વીતેલાં કેટલાક દિવસ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ભારે રહેલાં છે. એક તરફ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર, પ્રેમ ચોપ્રાને નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને આ બધા વચ્ચે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વયોવૃદ્ધ અદાકારા કામિની કૌશલનું નિધન થયું હતું.
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન આ બધાથી પરેશાન થઈ ગયા છે અને દિગ્ગજ અભિનેતા આ બધાથી ટૂટી ગયા છે અને એ વાતનો અંદાજો તમને બિગ બીના બ્લોગ પરથી આવે છે. આવો જોઈએ બિગ બીએ શું કહ્યું છે પોતાની પોસ્ટમાં…
આપણ વાચો: દિગ્ગજ અને વયોવૃદ્ધ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન, ધર્મેન્દ્ર સાથે છે ખાસ કનેક્શન…
83 વર્ષેય અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર સુપર એક્ટિવ છે અને તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કે પછી બ્લોગ પર પોતાના ઈમોશન્સ એક્સપ્રેસ કરતાં હોય છે.
હાલમાં જ બિગ બીએ એક બ્લોગ પોસ્ટ કરીને કામિની કૌશલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું છે કે વધુ એક નુકસાન… જૂના જમાનાની એક પ્રેમાળ પારિવારિક મિત્ર, જ્યારે વિભાજન નહોતું થયું.
બિગ બીએ પોતાની પોસ્ટમાં આગળ જણાવ્યું હતું કે કે કામિની કૌશલ જી એક મહાન કલાકાર, એત આદર્શ જેમણે અમારા ફિલ્ડમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું અને છેલ્લા શ્વાસ સુધી આપણી સાથે રહ્યા. તેમના પરિવાર અને મા જી કા પરિવાર વિભાજન પહેલાંથી પંજાબમાં ખૂબ જ નજીક હતા એકબીજાની.
આપણ વાચો: ઉંમર તો એક નંબર છે: નિવૃત્તિની વયે પણ દિગ્ગજ અભિનેતાઓ છે એક્ટિવ!
બિગ બીના માતાજી તેજી બચ્ચન અને કામિની કૌશલ એકબીજાના ખૂબ જ સારા મિત્રો હતા અને તેઓ ખાસ બહેનપણી હતા. બિગ બીએ કામિની કૌશલને એક ખાસ મહત્ત્વપૂર્ણ યુગના હિસ્સા તરીકે યાદ કર્યા હતા અને એને ખૂબ જ દુઃખદ ક્ષણ ગણાવી હતી. એક ખુશમિજાજ, સ્નેહી, પ્રતિભાશાળી કલાકાર 98 વર્ષની ઉંમરમાં આપણને છોડીને જતાં રહ્યા હોવાનો ઉલ્લેખ પણ બિગ બીએ પોતાના બ્લોગમાં કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કામિની કૌશલે 1940માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો અને 40થી 70ના દાયકા સુધી તેમનું કરિયર પીક પર હતું. તેમણે પોતાના કરિયરમાં રાજ કપૂર, દેવ આનંદ, રાજ કુમાર, ધર્મેન્દ્રથી લઈને દિલીપ કુમાર સહિતના કલાકારો સાથે કામ કર્યું હતું. છેલ્લે તેઓ આમિર ખાન અને કરિના કપૂરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળ્યા હતા, જે 2022માં રીલિઝ થઈ હતી.



