અમિતાભ બચ્ચને માત્ર એક રૂપિયામાં કરી હતી ‘મોહબ્બતેં’…
એક સમય હતો જ્યારે બોલિવૂડમાં પારિવારિક વાતાવરણ હતું, લોકો એકબીજાની પરવા કરતા હતા. એકબીજાને સુખદુઃખમાં ટેકો પણ આપતા હતા. તાજેતરમાં જ ફિલ્મમેકર નિખિલ અડવાણીએ આ અંગેનો ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે લોકોને વિશ્વાસ નહીં થાય પણ એ હકીકત છે કે અમિતાભે માત્ર 1 રૂપિયામાં ‘મોહબ્બતેં’ કરી હતી.
આ પણ વાંચો : નરગીસ ફખરીની બહેનની ધરપકડ, એક્સ બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડની હત્યાનો આરોપ
નિખિલ અડવાણીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આજના જમાના અને જૂના જમાનામાં ઘણો ફરક જોવા મળે છે. પહેલા લોકોમાં સાદગી હતી. સંબંધોના પાયા અને તેની તાકાત પર ફિલ્મો બનતી હતી.
નિખિલે પોતાનો પોઇન્ટ સમજાવવા અમિતાભ અને યશ ચોપરાનો દાખલો આપ્યો હતો. તેમણે જણાવ્યું હું કે, ‘જ્યારે યશ ચોપરા સિલસિલા ફિલ્મ બનાવી રહ્યા હતા, ત્યારે તેમણ અમિતાભજીને પૂછ્યું કે તમને કેટલી ફી જોઇએ છે? અમિતજીએ કહ્યું કે મારે ઘર ખરીદવું છે તો મને સારી એવી ફી આપો.’ અને યશજી સંમત થઇ ગયા. ત્યાર બાદ જ્યારે ‘મોહબ્બતેં’ ફિલ્મ વખતે યશજીએ અમિતજીને પૂછ્યું કે કેટલી ફી લેશો ત્યારે અમિતજીએ કહ્યું , ‘મેં જે રકમ માગી હતી તે તમે મને આપી દીધી હતી. હવે હું તમારી ફિલ્મ એક રૂપિયામાં કરીશ’ અને ખરેખર તેમણે એક રૂપિયામાં આ ફિલ્મ કરી હતી.
આ પણ વાંચો : વિક્રાંતનો પબ્લિસિટી સ્ટંટ કે શુંઃ અચાનક કરી રિટાયરમેન્ટની જાહેરાત
નિખિલ અડવાણીએ જણાવ્યું હતું કે જૂના સમયમાં સંબંધોના આધાર પર અભિનેતા-અભિનેત્રીને ફિલ્મોમાં લેવાતા હતા. આખો ઉદ્યોગ એક પરિવારની જેમ કામ કરતો હતો. આંટી (યશ ચોપરાના પત્ની પામેલા ચોપરા બધા માટે રસોઇ બનાવતા હતા અને બધાને પૂછીને મેનૂ તૈયાર કરતા હતા.