અમિતાભ બચ્ચનનું આ સુપરહિટ ગીત જોઈને અધવચ્ચેથી જ જતાં રહ્યા જયા બચ્ચન, અને પછી…

બોલીવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષે પણ એકદમ એનર્જી અને ઉત્સાહથી ભરપૂર છે. આજે પણ બિગ બીની એનર્જી સામે યંગ એક્ટર અને એક્ટ્રેસને પણ શરમાવી દે એવી છે. પરંતુ શું તમને ખબર છે કે બિગ બીના એક ગીતને કારણે જયા બચ્ચન ગુસ્સે ભરાયા હતા. ચાલો તમને આ પાછળનું કારણ જણાવીએ અને જાણીએ કે આખરે કયું હતું આ ગીત…
અમિતાભ બચ્ચને પોતાના દાયકાઓ લાંબી ફિલ્મી કરિયરમાં અહીં અમે વાત કરી રહ્યા છીએ 1981માં આવેલી સુપરહિટ ફિલ્મ લાવારિસની. આ ફિલ્મનું બ્લોક બસ્ટર ગીત છે મેરે અંગને મેં. આ ગીતના લિરીક્સ સાંભળીને જયા બચ્ચન ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગીતના લિરીક્સ જયા બચ્ચનના સસરા હરિવંશ રાય-બચ્ચન અને સાહિર લુધિયાનવીએ સાથે મળીને લખ્યા હતા.
જયા બચ્ચને જ્યારે આ ગીત સાંભળ્યું ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સે ભરાયા હતા અને આ વાતનો ઉલ્લેખ ખુદ બિગ બીએ તેમના લોકપ્રિય ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિના એક એપિસોડમાં કર્યો હતો. બિગ બીએ જણાવ્યું હતું કે જયાજી ખૂબ જ સાફ મનના છે અને અને તેમને જે પણ કહેવું હોય છે તેઓ તે મોઢા પર કહી દે છે. તેમણે જ મને કહ્યું કે મને તમારું મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ ગીત પસંદ નથી આવ્યું.
એટલું જ નહીં પણ તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે ફિલ્મમાં જ્યારે જયાજીએ આ ગીત જોયું ત્યારે તેઓ એટલા નારાજ થઈ ગયા હતા કે અધવચ્ચે જ ઉઠીને જતાં રહ્યા હતા. તેમને આ ગીત બિલકુલ પસંદ નહોતું આવ્યું અને તેમણે બિગ બી પર આ ગીત માટે ગુસ્સો પણ કર્યો હતો, એવો ખુલાસો બિગ બીએ કેબીસીના સેટ પર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બી હાલમાં તેમના લોકપ્રિય ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિની 17મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે. આ સિવાય બિગ બી ફિલ્મ કલ્કી એડી 2898ની સિક્વલમાં પણ જોવા મળશે, એવા રિપોર્ટ્સ છે.
આપણ વાંચો: શશી થરૂર થયા આર્યન ખાનની સિરીઝના ફેન! શાહરૂખને આપ્યો સ્પેશિયલ મેસેજ



