રાતે અઢી વાગ્યે એવું તે શું થયું કે અમિતાભ બચ્ચને કહ્યું ઐસા લગા પૂરા બ્રહ્માંડ હિલ ગયા… | મુંબઈ સમાચાર
મનોરંજન

રાતે અઢી વાગ્યે એવું તે શું થયું કે અમિતાભ બચ્ચને કહ્યું ઐસા લગા પૂરા બ્રહ્માંડ હિલ ગયા…

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 82 વર્ષેય પણ પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં સુપર એક્ટિવ રહે છે. હાલમાં એક્ટર પોતાના લોકપ્રિય ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિ 17ને કારણે ચર્ચામાં રહે છે. આ સિવાય સોશિયલ મીડિયા પર બિગ બી પોતાના ટ્વીટ્સને કારણે પણ ચર્ચામાં રહે છે. હવે ફરી એક વખત બિગ બી પતાની લેટેસ્ટ પોસ્ટને કારણે લોકોના નિશાના પર આવી ગયા છે. બિગ બીએ ગઈકાલે રાતે 2.31 વાગ્યે એક ટ્વીટ કરી હતી અને હવે યુઝર્સ એના પર મજેદાર રિએક્શન આપી રહ્યા છે. ચાલો જોઈએ શું છે બિગ બીની પોસ્ટમાં ખાસ…

અમિતાભ બચ્ચન પોતાની ડેટુ ડે લાઈફની અપડેટ્સ સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે અને તેમણે ગઈકાલે સવારે પોણાનવ વાગ્યાની આસપાસમાં ટી5524: કામ કામ કામ… હવે જલદી કરી રહ્યો છું એટલે બાદમાં એના વિશે વાત કરીશું. બિગ બીની ટ્વીટ પર એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે કર્મ જ પૂજા છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે રિટાયરમેન્ટ લઈ લો. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે પૈસા પૈસા પૈસા હૈ હૈ હૈ… અહીંયા સુધી બધું બરાબર હતું. પરંતુ હવે ખરી મુશ્કેલી શરૂ થઈ બિગ બીએ મોડી રાતે કરેલી ટ્વીટ પછી.

બિગ બીએ 8મી ઓક્ટોબરના મોડી રાતે 2.31 કલાકે એક ટ્વીટ કરી અને લખ્યું કે ઉપર દેખા, ઈધ ઉધર દેખા- પૂરા બ્રહ્માંડ હિલ ગયા… બસ આ ટ્વીટ પછી યુઝર્સ એકદમ મોજમાં આવી ગયા અને તેમણે આ ટ્વીટ પર જાત જાતની કમેન્ટ આપવાનું શરૂ કરી દીધું હતું.

બિગ બીની આ ટ્વીટ પર એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું કે ચાર પેગ પછી અમને પણ આવું જ લાગે છે શ્રીવાસ્તવ સાહબ, સવાર સુધી ઠીક જઈ જશે. બીજા એક યુઝરે લખ્યું હતું કે ઓછી પીવાનું રાખો સર. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે સર સીધું સીધું કહો ને કે જયાજીને જોઈ લીધા. ચોથા એક યુઝરે લખ્યું છે કે કેમ સર? જયા મેમ આવી ગયા કે?

અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનના આવી જ અનેક પોસ્ટ આવતી હોય છે, જેમાં તેઓ એક લાઈન લખે છે અને પછી લોકો એના મનફાવે એવા અર્થ કાઢીને કમેન્ટ સેક્શનમાં ધમાલ મચાવે છે. બિગ બી 11મી ઓક્ટોબરના પોતાનો 83મો જન્મદિવસ મનાવશે. કેબીસીના સેટ પર પણ જાણીતા લેખક જાવેદ અખ્તર અને તેમના દીકરા ફરહાન અખ્તરે બિગ બીના બર્થડેનું સેલિબ્રેશન કર્યું હોવાના રિપોર્ટ સામે આવી રહ્યા છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button