મનોરંજન

Aradhya Bachchan નહીં પણ આ છોકરીની શૂઝ લેસ બાંધતા જોવા મળ્યા Amitabh Bachchan, વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પોતાની દાયકાઓ લાંબા એક્ટિંગના કરિયરમાં પોતાના અભિનયથી દર્શકોનું ભરપૂર એન્ટરટેઈન્ટમેન્ટ પૂરું પાડ્યું છે. હાલમાં બિગ બી તેમના લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati)ને કારણે ચર્ચામાં રહેતાં હોય છે. હવે સોશિયલ મીડિયા પર કેબીસીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં બિગ બી હોટસીટ પર બેઠેલા કન્ટેસ્ટન્ટની શૂઝ લેસ બાંધતા જોવા મળી રહ્યા છે.

Also read : સાથે દેખાયા Aishwarya Rai-Bachchan અને Jaya Bachchan, પછી જે થયું એ…

Click the photo see the full video instagram

આ વીડિયો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ આખરે બિગ બીએ આવું કેમ કરવું પડ્યું અને કોણ છે આ કન્ટેન્સ્ટન્ટ…ચેનલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં અમિતાભ બચ્ચન શો પર આવેલી એક કન્ટેસ્ટન્ટના શૂઝ લેસ બાંધવા માટે પૂછે છે. મજાની વાત તો એ છે કે કન્ટેસ્ટન્ટ હસતાં હસતાં હા પણ પાડી દે છે. વાત જાણે એમ છે કે શો દરમિયાન બિગ બી આ નાનકડી કન્ટેસ્ટન્ટના શૂઝની લેસ ખૂલી ગયેલી જુએ છે તો પૂછે છે કે અરે લેસ ખૂલી ગઈ? આગળ તેમણે પૂછ્યું કે શું તેઓ કોઈને આ શૂઝ લેસ બાંધવા બોલાવી શકે છે તો છોકરી ના પાડે છે.

જ્યારે બિગ બી કહે છે કે હું બાંધી દઉં? આ સાંભળીને છોકરી હસીને હા પાડે છે. પરંતુ ત્યાં સુધી તેણે શૂ લેસ બાંધી દીધી હોય છે પણ તે હસીને કહે છે કે હા ચાલશે..

બિગ બી જેવા શૂઝ લેસ બાંધવા માટે આગળ વધે છે તો તે પાછા પોતાની શૂઝી લેસ ખોલી નાખે છે. આ જોઈને બિગ બીએ પૂછ્યું કે અરે બાંધી દીધી હતી તો શું ખોલી શું કામ પાછી? બિગ બીએ કહ્યું હું બાંધીશ તારા શૂઝ. પરંતુ જેવા શૂઝની લેસ જુએ છે તો તેના પર ડબલ ગાંઠ પડેલી હોય છે અને આ જોઈને બિગ બી કહે છે કે અરે અહીંયા તો બધી ગડબડ થઈ ગઈ છે.
બિગ બી અને પોતાની દીકરીની આ ક્યુટ જુગલબંધી જોઈને તેની માતા હસી પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે.

આ વીડિયોની કેપ્શનમાં લખ્યું છે કે જો બિગ બી મારા શૂઝની લેસ બાંધી હોત તો હું ક્યારે મારા શૂઝ ના ઉતારત. નેટિઝન્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. એક ફેને લખ્યું છે કે હવે આ પગલાં જીવનમાં સાચી દિશામાં આગળ વધશે. બીજા એક ફેને લખ્યું હતું કે બિગ બી પોતાના આ સ્વભાવને કારણે જ હંમેશા ફેન્સના દિલો પર રાજ કરે છે.

Also read : ‘જવાનો સમય આવી ગયો છે….. ‘, સિનિયર બચ્ચનની પોસ્ટથી લોકો ચિંતામાં

તમે પણ બિગ બીનો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ અહીં જોઈ લો. આ વીડિયો જોઈને તમારું મન પણ બિગ બીની સાદગી અને સિમ્પિલીસિટી જોઈને ગાર્ડન ગાર્ડન ના થઈ જાય તો જ નવાઈ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button