Amitabh Bachchanને કોણે કહ્યું કે તમારી પાસે રેખા નથી? બિગ બીએ આપ્યું આવું રિએક્શન…
બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પોતાના ફિલ્મી કરિયર સિવાય પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં આવતા જ રહે છે. એમાં પણ વાત જ્યારે એમના લોકપ્રિય ક્વિઝ શો કેબીસીની વાત હોય ત્યારે તો ખાસ. કેબીસી પર અવારનવાર બિગ બી પોતાના પર્સનલ લાઈફ વિશે વાત કરતાં હોય છે. આવા જ એક લેટેસ્ટ એપિસોડમાં જોવા મળ્યું હતું કે હોટસીટ પર બેઠેલા સ્પર્ધકે બિગ બીની પર્સનલ લાઈફ પર કમેન્ટ કરતાં કહ્યું હતું કે હા, તમારી પાસે તો રેખા નથી ને? સ્પર્ધકની આ કમેન્ટ બાદ બિગ બીએ આપેલું રિએક્શન પર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે અને ચાલો જાણીએ આ વીડિયો પાછળની સચ્ચાઈ-
કેબીસીના આ વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં યુટ્યુબર સમય રૈનાએ બિગ બી સામે રેખાને લઈને મજાક કરી હતી અને જોવાની વાત તો એ છે કે બિગ બી આ જોક પર ખડખડાટ હસી પણ પડે છે. આ એપિસોડમાં બિગ બી સામે હોટસીટ પર યુટ્યૂબર સમય રૈના બેઠા હોય છે અને સમય બિગ બીને પૂછે છે કે શું તમને એક જોક સંભળાવી શકું છું? જેના પર બિગ બી કહે છે કે હા… બસ પછી તો પૂછવું જ શું? સમય રૈનાએ બિગ બીને પૂછ્યું કે શું તમને ખબર છે કે તમારા અને સર્કલમાં કોમન શું છે? બિગ બી પૂછે છે કે શું? જેના જવાબમાં સમય કહે છે કે તમારી બંને પાસે રેખા નથી. આ સાંભળીને બિગ બી ખડખડાટ હસતા જોવા મળી રહ્યા છે અને ઓડિયન્સ પણ હસી પડે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે અને ફેન્સ એના પર સતત પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. પરંતુ આ વીડિયોને લઈને એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે આ વીડિયો હકીકતમાં તો એડિટેડ વીડિયો છે. જો તમે સમય અને બિગ બીના હોઠને જોશો તો ધ્યાનમાં આવશે કે હકીકતમાં તેઓ કંઈક બીજી જ વાત કરી રહ્યા છે. જોકે, આ બાબતે કોઈ પણ સત્તાવાર માહિતી સામે આવી નથી.
આ પણ વાંચો : અમિતાભ બચ્ચને કર્યું મહાકુંભમાં સ્નાન? ટ્વીટ જોઈને ફેન્સ અસમંજસમાં, યુઝર્સે કહ્યું…
અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બી છેલ્લાં ફિલ્મ કલ્કી એડી2898માં જોવા મળ્યા હતા અને હાલમાં તેઓ કૌન બનેગા કરોડપતિની 16મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે. કેબીસીમાં બિગ બી અવારનવાર પોતાના અનુભવો, પર્સનલ લાઈફની સ્ટોરી વગેરે શેર કરતાં રહે છે. આ સિવાય હાલમાં બચ્ચન પરિવાર તેમના પારિવારિક ઝઘડાને કારણે પણ ચર્ચામાં રહે છે. એવું કહેવાઈ રહ્યું છે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી કંઈ ઠીક નથી ચાલી રહ્યું અને તેઓ ડિવોર્સ લઈ શકે છે.