Amitabh Bachchan પણ કરે છે રસ્તા પરતી શોપિંગ, Jaya Bachchan માટે લઈ જાય છે આ ખાસ વસ્તુ…

બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાંથી એક એવો બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક કારણોસર ચર્ચામાં રહે છે. આ સાથે સાથે જ પરિવારના મુખિયાજી અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ પોતાના લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિ (KBC-16)ને કારણે ચર્ચામાં રહે છે. આ શો પર બિગ બી પોતાના પર્સનલ લાઈફને લઈને જાત જાતના ખુલાસા કરતાં રહે છે. આવો જ એક ખુલાસો તેમણે ફરી એક વખત કર્યો હતો. આવો જોઈએ શું છે આ ખુલાસો-
વાત જાણે એમ છે કે બિગ બીને હોટસીટ પર બેસેલી સ્પર્ધક પ્રિયંકાએ એક સવાલ કર્યો હતો અને એના જવાબમાં બિગ બીએ જે ખુલાસો કર્યો છે એ સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. પ્રિયંકાએ બિગ બીને જણાવ્યું હતું કે તમારું ઘર આટલું મોટું છે તો જ્યારે પણ તમારા ઘરનું રિમોટ ખોવાઈ જાય તો તમે કઈ રીતે શોધો છો? જેનો જવાબ આપતા બિગ બીએ જણાવ્યું હતું કે હું સીધો સેટ ટોપ બોક્સ પાસે પહોંચી જાવ છું અને એને કન્ટ્રોલ કરું છું.
જેમ જેમ વાત આગળ વધે છે તેમ તેમ પ્રિયંકાએ એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાં સંબંધિત સવાલ પૂછ્યો હતો અને જેમાં જવાબમાં બિગ બીએ એવી વાત કહી કે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. પ્રિયંકાએ બિગ બીને પૂછ્યું કે જ્યારે મિડલ ક્લાસ પરિવારમાં રિમોટ ખોવાય છે ત્યારે ઘરમાં ઝઘડો થાય છે, તમારે ત્યાં પણ આવું થાય છે કે? આ સવાલના જવાબમાં બિગ બીએ કહ્યું હતું કે ના દેવીજી, અમારા ઘરમાં આવું નથી થયું. બે તકિયા હોય છે સોફા પર અને રિમોટ એની વચ્ચે છુપાઈ જાય છે, બસ એ શોધવું પડે છે.
આ પણ વાંચો : આ બોલિવૂડ સ્ટાર ઐશ્વર્યા રાયને અમિતાભ બચ્ચનની યાદ અપાવે છે. જાણો કોણ છે આ સ્ટાર
આગળ પ્રિયંકાએ બિગ બીને પૂછ્યું કે જ્યારે હું ઓફિસથી ઘરે પાછી આવું છું તો મમ્મી મને કોથમરી કે બીજી કોઈ પણ નાની મોટી વસ્તુઓ લઈ આવવા કહે છે, શું તમે પણ જ્યારે ઘરે જાવ છો તો જયા મેમ તમને કંઈ લાવવા કહે છે? આ સવાલના જવાબમાં બિગ બી પોતાના રમૂજી અંદાજમાં કહે છે કેહા ચોક્કસ કહે છે… કહે છે કે તમે પોતાની જાતને પાછા લઈ આવજો…
છેલ્લે પ્રિયંકા બિગ બીને કહે છે કે સર શું તમે ક્યારેય એટીએમથી પૈસા ઉપાડીને પોતાના એકાઉન્ટની બેલેન્સ ચેક કર્યું છે? બિગ બીએ જણાવ્યું કે ના તો હું મારી પાસે પૈસા રાખું છું કે ના એટીએમ ગયો છું કારણ કે મને સમજાતું નથી કે તેને કેવી રીતે ઓપરેટ કરવું જોઈએ. પણ હા જયાજી પાસે હોય છે. હું એમની પાસેથી પૈસા માંગું છું. જ્યાજીને ગજરો ખૂબ જ પસંગ છે જ્યારે રસ્તામાં કોઈ બાળક વેચવા આવે છે, ત્યારે હું એની પાસે ખરીદું છું અને ગજરો ક્યારેક જયાજીને આપું છું તો ક્યારેક મારી ગાડીમાં જ રાખું છું. મને એની સુગંધ ખૂબ જ ગમે છે.
પ્રિયંકાના આ મજેદાર સવાલો અને બચ્ચનસાહબને સુંદર જવાબે આ એપિસોડને મસ્તી અને હાર્ટટચિંગ બનાવ્યો હતો.