Jaya Bachchanએ પહેલાં દિવસે જ Amitabh Bachchanને કહી દીધી હતી આ વાત…

બચ્ચન પરિવાર (Bachchan Family)ની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાં કરવામાં આવે છે. હાલમાં આ બચ્ચન પરિવાર તેમના પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં રહે છે.
પરંતુ એક ઈન્ટરવ્યુમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ પત્ની જયા બચ્ચન (Jaya Bachchan)ને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ બિગ બીએ જયાજી વિશે શું કહ્યું છે-
આપણ વાંચો: Amitabh Bachchanએ વધારી ફેન્સની ચિંતા, બચ્ચન પરિવારમાં બધુ બરાબર છે?
બી-ટાઉનના મોસ્ટ પરફેક્શનિસ્ટ હીરો આમિર ખાને એક શો પર અમિતાભ બચ્ચનને આ વિશે પૂછ્યું હતું. આમિરે બિગ બીને પૂછ્યું હતું કે જયાજીએ સારા સારા હીરો સાથે કામ કર્યું છે.
જ્યારે પણ જયાજી શૂટિંગ પર જતા હતા ત્યારે કયો એવો હીરો હતો કે જેનું નામ સાંભળીને તમને તકલીફ થતી હતી? કે અરે યાર જયાજી આજે આની સાથે શૂટ કરવા જઈ રહ્યા છે. આ સાંભળીને બિગ બીએ કહ્યું કે ના યાર, આવું ક્યારેય નથી થયું.
આગળ બિગ બીએ જણાવ્યું હતું કે જયાજીએ પહેલાં જ દિવસે કહી દીધું હતું કે ધર્મેન્દ્ર એ મારા ફેવરેટ છે. મેં કહ્યું હતું અરે એમનાથી વધારે સુંદર વ્યક્તિ આપણી ઈન્ડસ્ટ્રીમાં નથી જો અને એ જ વિષય હતો ફિલ્મ ગુડ્ડીનો.
આપણ વાંચો: બચ્ચન પરિવારને મીડિયાએ કર્યો હતો બેન, Amitabh Bachchanએ આ રીતે સંભાળી હતી વાત…
એમ તો જયાજી અનેક કલાકારોના ફેન રહી ચૂક્યા છે. બિગ બીએ જણાવ્યું હતું કે જયાજી સંજીવ કુમારજીની પણ મોટી ફેન છે. તેમણે ખૂબ જ સારી સારી ફિલ્મો કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પહેલી મુલાકાત એક ફિલ્મના સેટ પર થઈ હતી. બિગ બીને જયાજીને જોઈને પહેલી જ નજરમાં પ્રેમ થઈ ગયો હતોય જયાજીએ પણ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મ ગુડ્ડીના સેટ પર હું પહેલી વખત અમિતાભને મળી હતી અને હું પણ તેમનાથી આકર્ષાઈ ગઈ હતી.
સુંદર હસતો રમતો બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં આવી રહ્યો છે. પરંતુ બચ્ચન પરિવારે આ વિશે કંઈ પણ ખૂલીને કહ્યું નથી.