મનોરંજન

Amitabh Bachchanને માટે Jaya Bachchanએ કહ્યું કે એ કંઈ મારા…

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન બોલીવૂડના ટોપના કપલ્સમાં કરવામાં આવે છે. બે જૂન, 1973માં અમિતાભ અને જયા બચ્ચનના લગ્ન થયા અને છેલ્લાં 51 વર્ષથી તેમનું દાંપત્ય જીવન ટકી રહ્યું છે, પરંતુ હવે આ બધા વચ્ચે જયા બચ્ચને પતિ અમિતાભ બચ્ચન માટે એવી વાત કહી હતી છે જે સાંભળીને તમે ચોંકી ઉઠશો. ચાલો જોઈએ એવું તે શું કહ્યું જયાએ પતિ અમિતાભ માટે…

હાલમાં જ સોશિયલ મીડિયા પર અમિતાભ અને જયા બચ્ચનના લગ્નની કંકોત્રી વાઈરલ થઈ રહી છે અને એક્ટ્રેસના એક જૂના ઈન્ટરવ્યુની ચર્ચા વાઈરલ થઈ રહ્યા છે. આ ઘટના એ સમયની છે કે જ્યારે જયાએ 19 વર્ષના સમય બાદ ફિલ્મી પડદા પર કમબેક કર્યું હતું.

જયાએ 1998માં ડિરેક્ટર ગોવિંદ નિહલાનીની ફિલ્મ એક હજાર ચોર્યાસી કી માથી બોલીવૂડમાં કમબેક કર્યું હતું. આ જ વર્ષે બિગ બીએ પણ અનેક ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ મોટા પડદા પર કમબેક કર્યું હતું. 1973માં જયા બચ્ચને બિગ બી સાથે લગ્ન બાદ બ્રેક લીધો હતો. એક્ટ્રેસ એ સમયે પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કવા માંગતી હતી અને બિગ બીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ જયાનો પોતાનો નિર્ણય છે.

પરંતુ જ્યારે જયા બચ્ચને પૂછવામાં શું તેઓ એક્ટિંગની દુનિયામાં પાછા ફરતા પતિ બિગ બી પાસેથી પરવાનગી લીધી હતી કે જેના જવાબમાં જયાએ કહ્યું હતું કે એ મારા પતિ છે, મારા ગાર્ડિયન નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં થોડાક સમય પહેલાં જ રાજ્યસભામાં જયા બચ્ચનની સાથે પતિ અમિતાભનું નામ જોડવામાં આવ્યું હતું એ સમયે પણ જયા બચ્ચને પોતાનો જોરદાર વાંધો નોંધાવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button