મનોરંજન

બિગ બીને પિતાને કારણે જયા બચ્ચન સાથે લગ્ન કરવાની આવી હતી નોબત, જાણો કારણ?

મુંબઈઃ અત્યારે બોલીવુડમાં સૌથી વધુ ચર્ચામાં રહેનારો બચ્ચન પરિવારની એક એક વાત અત્યારે લોકોને પસંદ પડી રહી છે, જે પૈકી તાજેતરમાં બિગ બી જયા બચ્ચન સાથેના લગ્નની રસપ્રદ વાત કરી હતી, જ્યારે એની વાત પણ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી છે.

અમિતાભ બચ્ચને વર્ષ ૧૯૭૩માં જયા બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને ૫૧ વર્ષ થઈ ગયા છે અને બંને સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે. લગ્ન પહેલા અમિતાભ બચ્ચન અને જયા થોડા સમય માટે એકબીજાને ડેટ કરતા હતા. પરંતુ શું તમે જાણો છો કે અમિતાભ બચ્ચને તેમના પિતા હરિવંશરાય બચ્ચનના કારણે જયા સાથે લગ્ન કર્યા હતા?

અમિતાભ બચ્ચને સિમી ગરેવાલના ચેટ શો રેન્ડેવુઝમાં પોતાની અને જયા બચ્ચનની લવ સ્ટોરી જણાવી હતી. તેમણે કહ્યું હતું કે કેવી રીતે તેણે એક મેગેઝિનના કવર પેજ પર જયાના ફોટો જોયા અને તેના પર ફિદા થઇ ગયા હતા. બિગ બીએ ખુલાસો કર્યો હતો કે તેમને જયાની આંખો ખૂબ જ પસંદ આવી હતી. જયાએ ૧૯૭૦માં પુણે ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં પહેલી વાર અમિતાભ બચ્ચનને જોયા અને તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ગયા હતા.

અમિતાભ બચ્ચન અને જયાની પહેલી મુલાકાત ફિલ્મ ‘ગુડ્ડી’ના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં બંનેને કાસ્ટ કરવામાં આવ્યા હતા અને અહીં જ તેમની મિત્રતા થઈ હતી. આ પછી બંનેએ ફિલ્મ ‘એક નજર’માં સાથે કામ કર્યું હતું અને તેમનો પ્રેમ ખીલ્યો. અમિતાભ બચ્ચન તેમના મિત્ર ચંદ્ર બારોટના ઘરે જયાને છુપી રીતે મળતા હતા.

આ પણ વાંચો : ‘મારી સાથે ક્યારેય રોમેન્ટિક નહોતા…’ અમિતાભ સાથેના સંબંધો પર આ શું બોલ્યા જયા બચ્ચન!

અમિતાભ બચ્ચન અને જયાએ ફિલ્મ ‘જંજીર’માં કામ કર્યું હતું જે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ ખુશીમાં ફિલ્મના ડાયરેક્ટર પ્રકાશ મહેરાએ ‘જંજીર’ની સ્ટારકાસ્ટને વિદેશ પ્રવાસ પર લઇ જવાનો નિર્ણય કર્યો. પરંતુ બિગ બીના પિતા હરિવંશરાય બચ્ચનને આ પસંદ ન આવ્યું અને એક શરત મૂકી. શરત એ હતી કે જો બિગ બી જયા સાથે વિદેશ પ્રવાસ પર જવા માંગતા હોય તો પહેલા તેમણે લગ્ન કરવા પડશે.

આવી સ્થિતિમાં અમિતાભ બચ્ચન પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો અને તેણે જયા સાથે દક્ષિણ મુંબઈના એક મંદિરમાં ગુપ્ત રીતે સાત ફેરા લીધા હતા. આ દરમિયાન માત્ર તેમના નજીકના સંબંધીઓ અને મિત્રોએ જ ભાગ લીધો હતો. ગુપ્ત રીતે લગ્ન કરવાની સલાહ આપનાર અન્ય કોઈ નહીં પરંતુ તેમના મિત્ર ચંદ્ર બારોટ જ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો… શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker