
આપણે ફ્યુઝન ફૂડ વિશે તો જાણીએ જ છીએ. ભારતીય અને ચાઇનીઝ કે અન્ય કોઇ દેશી/વિદેશી વાનગીનું ફ્યુઝન કરીને કોઇ નવી જ વાનગી બનાવી દેવામાં આવે છે. ચીની લોકોને પણ ખ્યાલ નહીં હોય, પણ આપણ ચાઇનીઝ વાનગીનું ફ્યુઝન કરીને નવી વાનગી બનાવી દીધી છે. આપણે ચાઇનીઝ ભેળ ખાઇએ જ છીએ. હવે કલ્પના કરો કે આ ફ્યુઝનનું હથિયાર ફિલ્મોમાં પણ અજમાવવામાં આવે તો કેવું લાગે? આજે આપણે આ કલ્પના જો હકીકત બને તો કેવી લાગે એ વિશે જોઇશું.
તમે ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મ તો જોઇ જ હશે. તેમાં ત્રણ મિત્ર રિતીક રોશન, ફરહાન અખ્તર અને અભય દેઓલની જીવન જીવવાની ફિલસુફીએ તમામ યુવાનોને ઘેલા કર્યા હતા. હવે આ ફિલ્મની સ્ટાર કાસ્ટનું ફ્યુઝન થાય તો કેવું લાગે એની કલ્પના કરો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ આવી કલ્પના કરી લીધી છે અને તેનું રસપ્રદ ફ્યુઝન પણ દર્શાવ્યું છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, નસીરુદ્દીન શાહ અને હેમા માલિની સાથે ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’નો વીડિયો બનાવ્યો છે. વેલ, AI ની સર્જનાત્મક ક્ષમતા દર્શાવતા, ‘bollyvert.ai’ એ બોલિવૂડના બે અલગ અલગ જનરેશનનું ફ્યુઝન કર્યું છે. આ વીડિયોમાં રિતીક રોશનનું અમિતાભ બચ્ચન સાથે, ફરહાન અખ્તરના ચહેરાનું નસીરુદ્દીન શાહના ચહેરા સાથે, અભય દેઓલના ચહેરાનું ધર્મેન્દ્રના ચહેરા સાથે અને કેટરિના કૈફના પાત્રમાં હેમા માલિનીના ચહેરાનું ફ્યુઝન કરવામાં આવ્યું છે. ફરહાન અખ્તરનું ગીત ‘ તો ઝિંદા હો તુમ’ બેકડ્રોપમાં વાગી રહ્યું છે.
તમે પણ આ વીડિયો જુઓ
સોશિયલ મીડિયા પર આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યુઝમળી ચૂક્યા છે અને લોકો પણ વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઇને આ ફ્યુઝન પસંદ આવ્યું છે તો કઓઇ આવા નાટક બંધ કરવા કહી રહ્યું છે. તો કેટલાક યુઝર્સને કટરિના કરતા હેમા માલિની વધારે પસંદ આવી છે. કેટલાક નેટિઝન્સ નસીરુદ્દીન શાહના સ્થાને શશી કપૂરને લેવાની ભલામણ પણ કરી રહ્યા છે કારણ કે અમિતાભ બચ્ચન સાથે તે સમકાલિન અભિનેતા હતા અને બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તમને આ વીડિયો કેવો લાગ્યો એની પ્રતિક્રિયા જરૂરથી આપજો.