Amitabh Bachchanએ વધારી ફેન્સની ચિંતા, બચ્ચન પરિવારમાં બધુ બરાબર છે?

બોલીવૂડના શહેનશાહ, મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષની વયે પણ સોશિયલ મીડિયા પર સુપર એક્ટિવ રહે છે અને તેમના ફેન્સને તેમનો આ એનર્જેટિક નેચર ગમે છે. સોશિયલ મીજિયા પર બિગ બી પોતાના ફેન્સ સાથે ડે ટુ ડે લાઈફની અપડેટ્સ આપતા હોય છે. પરંતુ હવે બિગ બી છેલ્લાં ચાર-પાંચ દિવસથી અજીબો-ગરીબ રહસ્યમયી ટ્વીટ કરીને ફેન્સની ચિંતા વધારી રહ્યા છે. આવો જોઈએ શું છે ખાસ બિગ બીની ટ્વીટમાં…

મળતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયા પર 22મી એપ્રિલના જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલાં આંતકવાદી હુમલા બાદ અમિતાભ બચ્ચને મોડી રાતે માત્ર નંબર નાખીને પોસ્ટ ટ્વીટ કરી દીધી હતી. આ ટ્વીટ જોઈને નેટિઝન્સ બિગ બી પર ખાસ્સા ગુસ્સે ભરાયા હતા. પરંતુ આ સિલસિલો હજી પણ ચાલી રહ્યો છે. 23મી એપ્રિલથી લઈને 28મી એપ્રિલ સુધી બિગ બીએ દરરોજ ટ્વીટ કર્યું છે, પરંતુ આ ટ્વીટમાં માત્ર નંબર્સ જ છે.
બિગ બીએ 23મી એપ્રિલના કરેલી ટ્વીટમાં T 5356, 24મી એપ્રિલના કરેલી ટ્વીટમાં T 5357, 25મી એપ્રિલના કરેલી ટ્વીટમાં T 5358, 26મી એપ્રિલના કરેલી ટ્વીટમાં T 5359, 27મી એપ્રિલના કરેલી ટ્વીટમાં T 5360 અને 28મી એપ્રિલના મોડી રાતે કરેલી ટ્વીટમાં T 5361 નંબર લખીને છોડી દીધા છે. ફેન્સ અને યુઝર્સ પણ બિગ બી જેવા ધીર-ગંભીર અને સમજાર અભિનેતાની આ હરક જોઈને ગૂંચવણમાં પડી ગયા છે અને આ ટ્વીટ્સનો અર્થ પૂછી રહ્યા છે.
આ પણ વાંચો: જ્યારે અમિતાભ બચ્ચને જયા બચ્ચન સાથે કામ ના કરવાનો નિર્ણય લીધો, કહ્યું કે…
એક યુઝરે બિગ બીની આ ટ્વીટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આની આગળ પણ કંઈક લખો. બીજા એક યુઝરે પૂછ્યું કે આ શું છે? ત્રીજા એક યુઝરે બિગ બીની આ હરકતથી નારાજ થઈને લખતાં જણાવ્યું આ તો તમારું રોજનું થઈ ગયું છે, કયા કારણે દિવસ ગણી રહ્યા છો તમે. ચોથા એક યુઝરે લખ્યું હતું કે એવું તે કયું દુઃખ છે જે રાતના સમયે તમને આટલું પરેશાન કરે છે, પણ કંઈ લખી નથી શકતા.
જોકે, કેટલાક લોકો બિગ બીની આ હરકતને પહેલગામ હુમલા સાથે જોડીને જોઈ રહ્યા છીએ. એક યુઝરે તો બિગ બી પર ગુસ્સો ઠાલવતા લખ્યું હતું કે અરે બચ્ચન સાહબ આ શું માંઝરો છે? T 5361 આ શું નવું નાટક છે? દેશમાં આટલું બધું થઈ રહ્યું છે, લોકો તમારી પાસેથી બે શબ્દ સાંભળવા માંગે છે અને તમે બસ ચૂપ રહીને T 5361 ટાઈપ કરી રહ્યા છો?
આ પણ વાંચો: સૂટબૂટમાં આવેલી રેખાને એકીટશે જોતા રહ્યા અમિતાભ બચ્ચન, જયા બચ્ચને આપ્યું આવું રિએક્શન…
બિગ બી આખરે આવું કેમ રહ્યા છે એ તો તેઓ જ કહી શકશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેઓ છેલ્લે ફિલ્મ કલ્કી 2898 એડીમાં જોવા મળ્યા હતા. હવે આ વર્ષે તેઓ રામાયણ પાર્ટ-1 અને ઝમાનતઃ જસ્ટીસ ફોર ઓલ સાથે જોવા મળશે.