જયા બચ્ચન કે અભિષેક નહીં! આ એક વ્યક્તિનું સાંભળીને જ ફિલ્મો સાઈન કરે છે Amitabh Bachchan | મુંબઈ સમાચાર
મનોરંજન

જયા બચ્ચન કે અભિષેક નહીં! આ એક વ્યક્તિનું સાંભળીને જ ફિલ્મો સાઈન કરે છે Amitabh Bachchan

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 83 વર્ષેય સુપરએક્ટિવ છે અને તેમની એનર્જી જોઈને તો ભલભલા જુવાનિયાઓ પણ શરમાઈ જાય. બિગ બીએ 1969માં પહેલી ફિલ્મ કરી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ અવિતરપણે દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે બિગ બી કોનું સાંભળીને ફિલ્મો સાઈન કરે છે? જો તમે વિચારી રહ્યા હોવ જયા બચ્ચન કે દીકરા અભિષેકની વાત સાંભળીને તેઓ ફિલ્મો સાઈન કરતાં હોય તો એવું નથી. ચાલો આજે તમને જણાવીએ કોણ છે એ ખાસ વ્યક્તિ-

અમિતાભ બચ્ચન મોટા પડદાની સાથે સાથે ટચૂકડાં પડદે પણ પોતાનો જાદુ ચલાવી રહ્યા છે અને આવા આ મહાનાયક જો પોતાની જીવનસંગિની જયા બચ્ચન કે કાળજાના કટકા સમાન દીકરા અભિષેક બચ્ચનની વાત સાંભળીને ફિલ્મો સાઈન નથી કરતાં તો પછી આખરે કોણ છે એ વ્યક્તિ એ સવાલ થાય એ સ્વાભાવિક છે. બિગ બીએ ખુદ આ વાતનો ખુલાસો કર્યો હતો.

બિગ બીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ કોઈ પણ ફિલ્મ સાઈન કરતાં પહેલાં દીકરી શ્વેતા નંદા સાથે ચર્ચા-વિચારણા કરે છે. શ્વેતાએ જે પણ ફિલ્મો કરવાની હા પાડી એ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. જો શ્વેતા કોઈ ફિલ્મ માટે ના પાડે તો બિગ બી પણ એ ફિલ્મ કરતાં પહેલાં વિચાર કરે છે.

વાત કરીએ કે આખરે ક્યારથી શરૂ થયો આ સિલસિલો તો શ્વેતાએ ભલે પોતાના પરિવારના અન્ય સભ્યની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી નથી પસંદ કરી પણ તે એક રાઈટર બની ચૂકી છે. 2018માં શ્વેતાની બૂક લોન્ચ સમયે બિગ બીએ આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું હું મારી ફિલ્મ માટે મારી દીકરી શ્વેતા સાથે ચર્ચા જરૂર કરું છું. મારું એવું માનવું છે કે સ્ટોરીને લઈને મારી દીકરીની સૂઝબૂઝ ખૂબ જ સારી છે. તેણે હા પાડી હોય ત્યાર બાદ જ હું ફિલ્મ સાઈન કરું છું અને એ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બિગ બિ છેલ્લે રજનીકાંત સાથે ફિલ્મ વેટ્ટૈયનમાં જોવા મળ્યા હતા. અને હાલમાં તેઓ નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ પાર્ટ-વનને લઈને ચર્ચામાં છે. એવું કહેવાઈ રહ્યું છે કે તેઓ જટાયુના કેરેક્ટર માટે વોઈસ આપવાના છે. આ સિવાય હાલમાં તેઓ લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની 17મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો…સતત પડી રહેલા વરસાદે અમિતાભ બચ્ચનના બંગલાને પણ કર્યો પાણી પાણીઃ જૂઓ વીડિયો

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button