તમને ખબર છે Amitabh Bachchanને વેકેશન માટે કઈ જગ્યાઓ પસંદ છે? એક જગ્યાની તો તમે પણ લીધી હશે મુલાકાત…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને હાલમાં જ પોતાનો 83મા જન્મદિવસનો ઉજવ્યો. બિગ બી 83 વર્ષેય પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફમાં સુપર એક્ટિવ રહે છે. અમિતાભ બચ્ચનને શું ખાવાનું ગમે છે, તેમને કેવા કપડાં પહેરવાનું ગમે છે પછી વેકેશનમાં કઈ જગ્યાએ ફરવા જવાનું ગમે છે વગેરે વગેરે સવાલો સતાવતા હોય છે. ચાલો આજે અમે અહીં તમને જણાવીએ કે બિગ બીને કઈ જગ્યાએ ફરવાનું જવાનું પસંદ છે-
ફરવાનું તો કોને ના ગમે અને એમાં પણ જ્યારે વાત ઈન્ડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચનની હોય તો તો જાણવાની તાલાવેલી થાય એ સ્વાભાવિક છે કે ભાઈસાબ આખરે એવા તે કયા સ્થળો છે કે જ્યાં અમિતાભ બચ્ચનને ફરવાનું ગમે છે. આ સ્ટોરીમાં અમે અહીં તમને જણાવીશું એવા સ્થળ વિશે કે જે બિગ બીના ફેવરેટ ડેસ્ટિનેશન કયા છે. સામાન્યપણે એવું જોવા મળે છે કે બિગ બીને એવી જગ્યાએ ફરવાનું પસંદ છે કે જ્યાં શાંતિ, સૂકુન અને ભરપૂર નેચર છે.
આપણ વાંચો: રાતે અઢી વાગ્યે એવું તે શું થયું કે અમિતાભ બચ્ચને કહ્યું ઐસા લગા પૂરા બ્રહ્માંડ હિલ ગયા…
આ છે બિગ બીની મનગમતી જગ્યાઓ-
અમિતાભ બચ્ચને પોતાની જિંદગી ખૂબ જ જિંદાદિલીથી જીવ્યા છે અને આવી સ્થિતિમાં આપણે આજે અહીં વાત કરીએ બિગ બીના પાંચ મનગમતા પાંચ ડેસ્ટિનેશન વિશે.
⦁ માલદીવ્ઝઃ

અમિતાભ બચ્ચનને માલદીવ્ઝ ખૂબ જ પસંદ છે અને તેમણે પોતાનો 75મો જન્મદિવસ પૂરી ફેમિલી સાથે માલદીવ્ઝ ખાતે સેલિબ્રેટ કર્યો હતો. લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિના એક એપિસોડમાં બિગ બીએ ખુદ જણાવ્યું હતું કે તેમને માલદીવ્ઝ ખાતે પરિવાર સાથે સમય પસાર કરવાનું ખૂબ જ પસંદ છે.
⦁ ગોવાઃ

ગોવા પણ બિગ બીની ફેવરેટ પ્લેસમાંથી એક છે. અવારનવાર અમિતાભ બચ્ચન પરિવાર સાથે ગોવા ફરવા જાય છે. બિગ બીને ગોવા ફરવાનું ગમે છે અને તેઓ ત્યાં પરિવાર સાથે સારી યાદો ક્રિયેટ કરવાનું પસંદ કરે છે.
⦁ લંડનઃ

મોટાભાગે બિગ બી શૂટિંગ માટે બહાર જ રહેતાં હોય છે, પરંતુ જ્યારે વાત ફેમિલી સાથે વેકેશન પર જવાની વાત હોય તો બિગ બી લંડન જવાનું પણ વધારે પસંદ કરે છે. લંડનમાં ફરવાલાયક અનેક સ્થળ છે અને જો તમે રજામાં કોઈ જગ્યાએ ફરવાનું વિચારી રહ્યા છો તો આ એક બેટર ઓપ્શન હોઈ શકે છે.
સ્વિટર્ઝલેન્ડઃ

આ જગ્યા તો બિગ બી જ નહીં પણ અનેક લોકોની મનગમતું વેકેશન ડેસ્ટિનેશન છે. સુંદર ખુલ્લા પહાડો અને નેચર સાથે સમય પસાર કરવાનું વિચારી રહ્યા હોવ તો આ પણ એક બેટર ઓપ્શન છે. આ જગ્યા પર 200થી વધુ ફિલ્મોની શૂટિંગ થઈ છે. બિગ બી ફેમિલી સાથે સ્વિટર્ઝલેન્ડ ફરવા જતાં હોય છે.
⦁ પોલેન્ડઃ

પોલેન્ડ એક ઐતિહાસિક અને કુદરતી સુંદરતાથી ભરપૂર દેશ છે, જ્યાં દર વર્ષે હજારો પર્યટકો ફરવા માટે આવે છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને પણ પોલેન્ડ ફરવાનું ખૂબ જ પસંદ છે. તમને જાણીને નવાઈ લાગશે કે પોલેન્ડમાં બિગ બીના પિતા કવિ ડો. હરિવંશરાય બચ્ચનના સન્માનમાં એક ચોકને તેમનું નામ આપવામાં આવ્યું છે. હવે જ્યારે પણ પોલેન્ડ જાવ તો આ ચોકની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.