અમિતાભ બચ્ચને કેમ કહ્યું કે હવે આપણે ફરી વાર નહિ મળી શકીએ…..

મુંબઈ: કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહેલા અમિતાભ બચ્ચને 15મી સીઝન પૂરી થતા ભાવુક થઈને વિદાય આપતો એક વિડિયો શેર કર્યો હતો. અમિતાભ બચ્ચનનો શો કૌન બનેગા કરોડપતિ દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. શો દ્વારા ફક્ત જ્ઞાન મળે છે એવું નથી પરંતુ બિગ બી તેમની સાથે તેમની અંગત અને વ્યાવસાયિક જીવન વિશે પણ ચર્ચા કરે છે.જો કે હવે તમને આ શો જોવા નહીં મળે. આ સિઝન સમાપ્ત થઈ ગઈ છે અને બિગ બીએ તમામ ચાહકોને વિદાય આપી છે. અને તે સમયે તે પોતાના આંસુ રોકી શક્યા નહોતા.
બિગ બી પોતાના વિદાય વિડીયોમાં કહે છે કે મહિલાઓ અને સજ્જનો અમે હવે જઈ રહ્યા છીએ અને આવતીકાલે આ સ્ટેજ હવે શણગારવામાં નહીં આવે મારે મારે સ્નેહીજનોને કહેવું કે આપણે કાલથી અહીં મળી શકીશું નહી જો કે મારી આ કહેવાની હિંમત નથી કે પણ મન પણ થતું નથી. તેમ છતાં બીગ બી કહે છે કે હું અમિતાભ બચ્ચન આ સ્ટેજ પરથી છેલ્લી વાર આ કહેવા જઈ રહ્યો છું… શુભ રાત્રી. શુભ રાત્રી, શુભ રાત્રી.
વિડીયો શેર કર્યાના થોડા સમય બાદ જ ચાહકોએ તેની પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું હતું. ઘણાએ હાર્ટ ઇમોજીસ શેર કર્યા તે ઘણા ચાહકોએ લખ્યું કે મિસ યુ. આ શો એ અમારા બધાનું દિલ જીતી લીધું છે.
છેલ્લે બીગ બી સાથે આ શોમાં વિદ્યા બાલન, શીલા દેવી, શર્મિલા ટાગોર અને સારા અલી ખાન પણ જોવા મળી હતી.
નોંધનીય છે કે આ શો શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં તેના ફોરમેટમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે, પરંતુ આ શો એટલો મજેદાર હતો કે ઘરના તમામ સભ્યો સાથે બેસીને જોતા હતો અને એકબીજાને પ્રશ્ર્નો પણ પૂછતા હતા.