મનોરંજનવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ગઈકાલે મતદાન કર્યા બાદ Amitabh Bachchanએ ફેન્સને સમજાવ્યો ‘મત’નો અનોખો અર્થ…

ગઈકાલે લોકસભા ચૂંટણી-2024 (Loksabha Election-2024) માટે પાંચમા તબક્કાનું મતદાન યોજાયું હતું જેમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ઓછું મતદાન થયું હતું. આ પાંચમા તબક્કાના મતદાનમાં મુંબઈમાં અનેક સેલિબ્રિટીઓએ પણ મતદાન કરીને પોતાની ફરજ બજાવી હતી. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Bollywood Mega Star Amitabh Bachchan) પણ પત્ની જયા બચ્ચન (Jaya Bachchan) સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ સોશિયલ મીડિયા પર પોતાનો અને જયા બચ્ચનનો મતદાન કરતો ફોટો શેર કર્યો હતો. આ સાથે સાથે જ તેમણે વોટનો કરવાનો બીજો અર્થ પણ ફેન્સને સમજાવ્યો હતો.

આ પણ વાંચો : અમિતાભ બચ્ચનની દીકરી 3000 રૂપિયા માટે કરતી હતી આવું કામ! થઇ રહી છે ટ્રોલ

બિગ બી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પર પણ ફોટો અને વીડિયો શેર કરતાં રહે છે. અમિતાભ બચ્ચને પોતાના એકાઉન્ટ પર સોશિયલ મીડિયા મતદાન કરતો ફોટો શેર કર્યો હતો અને તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે કર દિયા મતદાન… અમારા એક Ef કહે છે કે મતનો અર્થ માત્ર વોટ જ નથી થતો પણ મતનો અર્થ મા પણ થાય છે. સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનનો આ પોસ્ટ વાઈરલ થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે મુંબઈમાં પરેશ રાવલ (Paresh Rawal), અનિતા રાજ (Anita Raj), રાજકુમાર રાવ (Rajkumar Rao), સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra), આમિર ખાન (Aamir Khan) તેની માતા અને બહેન સાથે મત આપવા પહોંચ્યો હતો. આ સિવાય અક્ષય કુમાર (Akshay Kumar) ભારતની નાગરિકતા મળ્યા બાદ પહેલી વખત મતદાન કરવા માટે પહોંચ્યો હતો જેના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button