Amitabh Bachchanએ કર્યું કંઈક એવું કે વરસી પડ્યા Jaya Bachchan…
બોલીવૂડ એક્ટ્રેસ જયા બચ્ચન (Jaya Bachchan) તેમના ગુસ્સા અને આકરા સ્વભાવને કારણે અવારનવાર ટ્રોલર્સ અને ફેન્સના નિશાના પર આવતાં જ હોય છે. પરંતુ ખુદ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને પણ તેમના આકરા સ્વભાવનો પરચો થયો હતો. એક એક્ટ્રેસ પર કમેન્ટ કરવાનું બિગ બીને ભારે પડ્યું હતું અને જયા બચ્ચન એકદમ ચિડાઈ ગયા હતા. આવો જોઈએ આખરે કોણ હતી એ એક્ટ્રેસ અને બિગ બીએ શું કર્યું કે જયા બચ્ચને પારો ચઢી ગયો હતો-
આ પણ વાંચો: 81 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચન શા માટે કરે છે કામ ? પોતે જ જણાવ્યું કારણ….
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે પણ એંગ્રી યંગ મેનનું નામ લેવામાં આવે ત્યારે આંખો સામે બિગ બીનો ચહેરો જ તરવરી ઉઠે. એંગ્રી યંગ મેનના ટેગ સાથે બિગ બી અનેક વખત હળવી ફૂલ મજાક પણ કરી લેતા હોય છે. પરંતુ જયા બચ્ચનનું એવું નથી. તેઓ હંમેશા જ ગુસ્સામાં કે ચિડાયેલા જોવા મળે છે. આવા જ એક કિસ્સા વિશે આપણે અહીં વાત કરવાના છીએ.
વાત જાણે એમ છે 2004માં અમિતાભ બચ્ચને બિપાશા બસુ (Bipasha Basu) સાથે ફિલ્મ ઐતબારમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પણ હતો. આ ફિલ્મમાં કામ કરતી વખતે બિગ બી, પત્ની જયા દીકરા અભિષેક અને દીકરી શ્વેતા બચ્ચન સાથે સિમી ગરેવાલના ચેટ શો પર પહોંચ્યા હતા. આ સમયે બિગ બીએ જ્હોન અને બિપાશાને લઈને એવી વાત કરી હતી કે બધા હસી પડ્યા હતા, પણ જયા બચ્ચનનું મોઢું પડી ગયું હતું.
આ પણ વાંચો: ‘મારી પાસે ફકત યાદો જ છે. કોની યાદમાં ઈમોશનલ થયા સિનિયર બચ્ચન
બિગ બીએ કહ્યું હતું કે અમારો હીરો બીમાર પડી ગયો, કારણ કે તેને આંખો આવી ગઈ છે. આ સાંભળીને જયા બચ્ચને કહ્યું કે કોણ? તો જેના જવાબમાં બિગ બીએ કહ્યું કે જ્હોન અબ્રાહમ. આ સાંભળીને સિમી ગરેવાલે બિગ બીને સલાહ આપતા કહ્યું હતું કે જે પણ વસ્તુને જ્હોન અડક્યો છે કે તેણે ટચ કરી છે એ વસ્તુને તમે ના ટચ કરતાં નહીં તો તમને પણ થઈ જશે. આ સાંભળીને અમિતાભે કહ્યું કે મૈં તો કંઈ કર્યું જ નથી. ટચિંગ વગેરે તો બધુ બિપાશા જ કરે છે. હું થોડી કરું છું.
બિગ બીના આ સેન્સ ઓફ હ્યુમર પર ત્યાં હાજર તમામ લોકો હસી પડ્યા હતા, પરંતુ જય બચ્ચનને આ જોક ખાસ કંઈ પસંદ આવ્યું હોય એવું લાગ્યું નહોતું, કારણ કે તેમનું મોઢું પડી ગયું હતું અને તેઓ બિગ બી પર ગુસ્સે ભરાયા હોય એવું લાગી રહ્યું હતું. અલબત્ત ત્યારે તો તેમણે કંઈ કહ્યું નહીં પણ ઘરે જઈને ચોક્કસ જ તેમણે બિગ બીને ખખડાવ્યા હશે એવું અનુમાન લગાવી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે એ સમયે જ્હોન અને બિપાશા એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને આ ફિલ્મમાં બિગ બી બિપાશાના પપ્પાનો રોલ કરી રહ્યા હતા.