હું ખૂબ જ ડરેલો… આખરે બોલીવૂડના Amitabh Bachchan કયા ડરની વાત કરી રહ્યા છે? | મુંબઈ સમાચાર
મનોરંજન

હું ખૂબ જ ડરેલો… આખરે બોલીવૂડના Amitabh Bachchan કયા ડરની વાત કરી રહ્યા છે?

બોલીવૂડના પાવરફૂલ ફેમિલીમાંથી એક એવો બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં રહે છે. આ સિવાય બચ્ચન પરિવારના મુખિયાજી એટલે કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં પોતાના ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati-16)ને કારણે પણ ચર્ચામાં રહે છે. બિગ બી આ શો પર પોતાની પર્સનલ લાઈફ વિશે પણ વાત કરતાં રહે છે અને આવી જ એક સ્મોલ ટોકમાં બિગ બીએ પોતાના ડર વિશે ખુલાસો કર્યો હતો, આવો જોઈએ શું છે આ ડર-

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં એમની હોટસીટ પર ડો. રાઘવેન્દ્ર બેઠા હતા. ડો. રાઘવેન્દ્ર એક સંસ્કૃતના પ્રોફેશનર અને એક બાઈકર છે. બિગ બીની આ કમેમન્ટ પર રાઘવેન્દ્રએ જણાવ્યું હતું કે તેમણે પોતાની બાઈક પર ગુજરાતની મુસાફરી કરી છે. આ સાંભળીને બિગ બીએ જણાવ્યું હતું કે મને બાઈક ચલાવવાનો ખૂબ જ ડર લાગે છે.

બિગ બીનું આ શોકિંગ રિવિલેશન સાંભળીને જ રાઘવેન્દ્રએ જણાવ્યું હતું કે પણ તમે ફિલ્મ મુકદ્દર કા સિકંદરમાં તો ખૂબ જ સરસ બાઈક ચલાવી હતી. જેના જવાબમાં બિગ બીએ જણાવ્યું હતું કે અમે એક્ટર્સ છીએ અને જ્યારે ઓન કેમેરા હોય છે

ત્યારે અમારે એવું દેખાડવું પડે છે કે બાઈક કઈ રીતે ચલાવવામાં આવે છે. પરંતુ સાચું કહું તો એ સમયે હું ખૂબ જ ડરેલો હતો. મને આ સીનમાં ગીત પણ ગાવાનું હતું, હેન્ડલ પરથી હાથ પણ હટાવવાનું હુતું. લોકોને એવું લાગે છે કે હું એક સારો બાઈકર છું, પરંતુ મને બાઈક પસંદ નથી અને મને ડર લાગે છે કે મારું એક્સિડન્ટ થઈ જશે.

બિગ બીની ફિલ્મ મુકદ્દર કા સિકંદર 1978માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મની ગણતરી બિહ બીની બેસ્ટ ફિલ્મોમાંથી એક હતી. બચ્ચન પરિવાર હાલમાં અભિષેક અને ઐશ્વર્યાના ડિવોર્સને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. પરંતુ આ બાબતે બચ્ચન પરિવાર દ્વારા કોઈ પણ ખુલાસો કર્યો હતો.

Back to top button