જ્યારે અમિતાભ બચ્ચને જયા બચ્ચન સાથે કામ ના કરવાનો નિર્ણય લીધો, કહ્યું કે…

બોલીવૂડના બેતાજ બાદશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ પોતાના ફિલ્મી કરિયરમાં એકથી ચઢિયાતી એક સુપરહિટ ફિલ્મો આપી છે. બિગ બીએ આ દરમિયાન અનેક ફિલ્મોમાં જયા બચ્ચન (Jaya Bachchan) સાથે કામ કર્યું અને એક સમય બાદ આ ફેમસ જોડી એક સાથે સ્ક્રીન દેખાતી બંધ થઈ ગઈ.
પણ શું તમને ખબર છે કે એક સમય એવો પણ હતો કે બિગ બીએ જયા બચ્ચન સાથે કામ કરવાની ના પાડી દીધી હતી? ચાલો તમને આ પાછળની સ્ટોરી જણાવીએ-
આ બાબતનો ખુલાસો ખુદ જયા બચ્ચન (Jaya Bachchan)એ આ વાતનો ખુલાસો કર્યો હતો. જયા બચ્ચને જણાવ્યું હતું કે તેમણે પોતાની ફિલ્મ મુકદ્દર કા સિકંદર માટે બિગ બી સાથે કેટલાક રોમેન્ટિક સીન શૂટ કર્યા હતા.
આપણ વાંચો: સૂટબૂટમાં આવેલી રેખાને એકીટશે જોતા રહ્યા અમિતાભ બચ્ચન, જયા બચ્ચને આપ્યું આવું રિએક્શન…
બાદમાં જ્યારે ફિલ્મ બનીને તૈયાર થઈ ગઈ ત્યારે જયા સ્ક્રિનિંગ જોવા પહોંત્યા અને એ સીન જોઈને તેઓ રડી પડ્યા. બસ આના અઠવાડિયા બાદ મિત્રોએ જણાવ્યું બિગ બીએ નિર્ણય લીધો છે કે તેઓ હવે જયા સાથે ફરીવાર કામ નહીં કરે.
જયાજીએ આ ઈન્ટરવ્યુમાં આગળ જણાવ્યું હતું કે એક અઠવાડિયા બાદ ફિલ્મના ટ્રાયલ શો બાદ ઈન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિ મને કહી રહી હતી તેમણે નિર્માતાઓને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ હવે મારી સાથે કામ નહીં કરે.
બાકી લોકોએ મને આ વાત કહી પણ તેમણે મને એક પણ શબ્દ ના કહ્યું. જ્યારે મેં એમને આ વિશે સવાલ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે મને કહ્યું કે હું એક પણ શબ્દ નહીં બોલું, મને આ વિશે ના પૂછીશ.
આપણ વાંચો: રંગ બરસે…: અમિતાભ અને જયા બચ્ચની આવી રોમાન્ટિક તસવીર તમે જોઈ નહીં હોય
આ જ ઈન્ટરવ્યુમાં જયાજીએ જણાવ્યું હતું કે રેખા સાથે બિગ બીએ અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી પણ આગળ તેમણે કામ ના કર્યું. જો રેખાજી સાથે બિગ બી કોઈ ફિલ્મ કરવા માંગે છે તો તેમને કોઈ સમસ્યા નથી.
ભલે જયાજીએ આ વાત ઈન્ટરવ્યુમાં કહી હોય પણ એ વાત તો બધા જ જાણે છે કે આજની તારીખમાં પણ રેખાજી અને જયાજી એકબીજાની સામે આવવાનું ટાળે છે અને દૂર દૂર જ રહે છે…
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન છેલ્લે ફિલ્મ કલ્કી એડી 2898માં જોવા મળ્યા હતા અને હાલમાં તેઓ લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે.