મનોરંજન

Amitabh Bachchanના જીવનમાં એવી તે શું મુશ્કેલી આવી પડી કે…

અંબાણી પરિવાર (Ambani Family) બાદ સૌથી વધારે કોઈ પરિવાર ચર્ચામાં રહેતો હોય તો તે છે બચ્ચન પરિવાર (Bachchan Family). બચ્ચન પરિવારનું ચર્ચામાં આવવાનું કારણ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન (Abhishek Bachchan- Aishwarya Rai-Bachchan) વચ્ચે ચાલી રહેલાં મતભેદો છે. હવે આ બધા મતભેદ વચ્ચે સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ પોસ્ટ કરીને પોતાના જીવનની મુશ્કેલીઓ વિશે વાત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ અભિષેક બચ્ચને ડિવોર્સ પર આધારિત એક પોસ્ટને લાઈક કરીને વિવાદોનો મધપૂડો છંછેડી દીધો હતો અને એવામાં બિગ બીની આ પોસ્ટ જોઈને એવું લાગી રહ્યું છે બચ્ચન પરિવારનો કપરો કાળ ચાલી રહ્યો છે. ચાલો જોઈએ શું છે આખો મામલો-

ગઈકાલે એટલે કે 18મી જુલાઈ, 2024ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે કઈ રીતે જીવન ક્યારેય સહેલું નથી રહેવાનું. આ સાથે સાથે જ બિગ બીએ પોતાનો પેન્ટ સૂટ પહેરીને ખુરશી પર બેઠેલા હોય એવો એક મોનોક્રોમ ફોટો પણ પણ શેર કર્યો છે. બિગ બીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ”T 5076- … અઘરા કામ પર પાછા… પરંતુ જીવન ક્યારેય સહેલું નથી.”


બિગ બીની આ ક્રિપ્ટિક પોસ્ટ જોત જોતામાં સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગી હતી. બિગ બીની આ પોસ્ટ અભિષેક બચ્ચનના એક ડિવોર્સ પોસ્ટ લાઈક કર્યા બાદ આવી છે. ઐશ્વર્યા રાય-બચ્ચન પોતાની દીકરી આરાધ્યા બચ્ચન સાથે છેલ્લાં કેટલાક સમયથી બચ્ચન પરિવારથી દૂર પોતાની માતાના ઘરે રહે છે. એટલું જ નહીં પણ જાહેર ઈવેન્ટ કે પાર્ટીમાં પણ બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા એકબીજાથી સુરક્ષિત અંતર રાખીને જ ચાલે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન છેલ્લે ટાઈગર શ્રોફ અને ક્રિતી સેનનની સાથે ફિલ્મ ગણપતમાં જોવા મળ્યા હતા અને હાલમાં તેઓ પોતાની ફિલ્મ કલ્કી 2898 એડીની સફળતાનો આનંદ માણી રહ્યા છે, જેમાં તેઓ પ્રભાસ અને દીપિકા પદૂકોણ અને કમલ હસન મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ ઉપરાંત બિગ બી ટૂંકમ સમયમાં જ રજનીકાંત સાથે વૈટ્ટૈયાન નામની એક ફિલ્મમાં પણ જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button