Amitabh Bachchan એ શેર કર્યો નારિયેળી પર ચઢવાનો અનુભવ, કહ્યું આ ખૂબ જ…
![Amitabh Bachchan advice Kaun Banega Crorepati](/wp-content/uploads/2024/08/Amitabh-Bachchan-advice-Kaun-Banega-Crorepati.webp)
બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ હાલમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો અને તેઓ લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિ પર પણ અવારનવાર પોતાની વર્ક લાઈફ, પર્સનલ લાઈફ સંબંધિત કિસ્સા શેર કરતાં હોય છે. આવો જ એક કિસ્સો તેમણે હાલમાં કેબીસીના સેટ પર શેર કર્યો હતો. જેમાં તેમણે કન્ટેસ્ટન્ટ સાથે વાત કરતાં કરતાં કઈ રીતે એક ડિરેક્ટરે તેમને ઝાડ પર ચઢવા કહ્યું હતું અને પછી શું થયું જણાવ્યું હતું.
આ પણ વાંચો : આઠ વર્ષ સુધી Amitabh Bachchan સાથે કામ કરવા રાહ જોઈ ટોચની એક્ટ્રેસે અને પછી…
કેબીસીમાં બિગ બી સામે હોટસીટ પર ગુજરાતના સોમનાથના રહેવાસી ધનરાજ ધીરુભાઈ મોદી બેઠા હતા. તેમણે શો પર બિગ બી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેઓ કેબીસીને પોતાનો પરિવાર માને છે. મને કેબીસી સાથે એટલો લગાવ છે કે મેં મારા લગ્નની કંકોત્રી કેબીસીની કંકોત્રી મોકલાવી હતી. આ સાંભળીને બિગ બીએ કહ્યું કે મને જાણ જ નહોતી નહીં તો હું ચોક્કસ તમને શુભેચ્છા મોકલાવત. ધનરાજે જણાવ્યું કે તે જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે અને સાથે સાથે પિતાને નારિયેલની ખેતીની દેખરેખમાં પણ મદદ કરે છે.
આ વાત સાંભળીને બિગ બીને 1973માં આવેલી ફિલ્મ સૌદાગર યાદ આવી ગઈ હતી. આ ફિલ્મમાં બિગ બીએ નૂતન સાથે કામ કર્યું હતું. સુધેન્દુ રોયના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં બિગ બીએ મોતી નામની વ્યક્તિનો રોલ કર્યો હતો અને નારિયેળ પાણી કાઢતો હતો. ડિરેક્ટરે મને કહ્યું કે તમારે ઝાડ પર ચઢવું પડશે. આ સાંભળીને મેં કહ્યું ભાઈ હું કઈ રીતે ચઢીશ, આ તો અઘરું છે. પરંતુ ડિરેક્ટરે કહ્યું કે કંઈ વાંધો નહીં અમે શિખવાડી દઈશું.
વાતનો દોર આગળ વધારતા બિગ બીએ કહ્યું કે તેઓ પીઠ પર લેધર બાંધીને પોતાની જાતને આગળ પુશ કરી-કરીને ઝાડ પર ચઢી જતો હતો. અઘરું હતું આ પણ સૌથી જોખમી વાત તો એ હતી કે ઝાડ પર કાંટા હતા અને એવામાં જો તમે ઝડપથી નીચે આવવાનો પ્રયાસ કરો તો એ કાંટા વાગે છે.
આ પણ વાંચો : Jaya Bachchanને લઈને પૂછ્યો પર્સનલ સવાલ, Amitabh Bachchanએ આપ્યું આવું રિએકશન…
બિગ બીએ ધનરાજને સવાલ કર્યો કે શું તમે ક્યારેય નારિયલના ઝાડ પર ચઢવાનો પ્રયાસ કર્યો છે, આ સાંભળીને ધનરાજે હસતાં હસતાં કહ્યું કે નહીં સર, હું ખાલી નારિયલ પાણી પીવા જાઉં છું અને આ સાંભળીને બિગ બી સહિત હાજર તમામ દર્શકો હસી પડે છે.