મનોરંજન

ઘરે પત્ની Jaya Bachchanને આ કહીને બોલાવે છે Amitabh Bachchan!

બોલીવૂડ એક એવી જાદુઈ દુનિયા છે કે જેનો હિસ્સો ના હોવા છતાં પણ આપણામાંથી ઘણા લોકોને આ ઈન્ડસ્ટ્રીનું ઘેલું હોય છે. આપણે પડદા પર જોવા મળતા સ્ટાર્સની પર્સનલ લાઈફ વિશે જાણવા માટે એટલા જ ઉત્સુક હોઈએ છીએ. આજે અમે અહીં તમારા માટે તમારો ગમતો એવો જ એક વિષય લઈને આવ્યા છીએ.

ઘરે તમે તમારા પાર્ટનરને કોઈને કોઈ હુલામણા નામે બોલાવતા જ હશો, બરાબર ને? પણ શું તમને એ વાત જાણ છે કે તમારા ફેવરેટ સ્ટાર ઘરે પોતાના પાર્ટનરને કેવા કેવા હુલામણા નામે બોલાવે છે? એમાં પણ ખાસ કરીને ઈન્ડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચન ઘરે પત્ની જયા બચ્ચનને કયા નામે બોલાવે છે? ચાલો, તમને જણાવીએ…

તમારી જાણ માટે કે અમિતાભ બચ્ચન ઘરમાં જયા બચ્ચનને દેવીજી કહીને બોલાવે છે. અમિતાભ બચ્ચન અને જયાના લગ્ન ત્રીજી જૂન, 1973ના થયા હતા. શરૂઆતના દિવસોમાં અમિતાભ બચ્ચન જયાને મેડમ કહીને બોલાવતા હતા, પરંતુ સમયની સાથે એમનો અંદાજ બદલાયો અને હવે બિગ બી જયા બચ્ચનને દેવી જી કહીને બોલાવે છે.

જ્યારે બી-ટાઉનના મોસ્ટ એડોરેબલ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની વાત કરીએ તો રણબીર કપૂર આલિયા ભટ્ટને બિગ બી કહીને બોલાવે છે. આ નામ આપવા પાછળનું કારણ એવું છે કે રણબીર આલિયાને આજના સમયની લેડી અમિતાભ બચ્ચન માને છે એટલે તે એને આ અનોખા હુલામણા નામથી બોલાવે છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર કિંગ કોહલીના નામે ફેન્સમાં પ્રખ્યાત વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની વાત કરીએ તો વિરાટ કોહલી ઘરે અનુષ્કાને નુષ્કી કહીને જ બોલાવે છે. 11મી ડિસેમ્બર, 2017ના અનુષ્કા અને વિરાટે ઈટલીમાં લગ્ન કર્યા હતા. હાલમાં અનુષ્કા પોતાની સેકન્ડ પ્રેગ્નન્સીને કારણે લાઈમલાઈટમાં છે.

આટલા સારા સારા અને ક્યુટ ક્યુટ કપલની વાત થઈ રહી હોય તો બોલીવૂડના બાજીરાવ-મસ્તાનીના નામનો ઉલ્લેખ ના આવે તો કેમ ચાલે? જી હા, અહીં વાત થઈ રહી છે દીપિકા પદૂકોણ અને રણવીર સિંહની. રણવીર પોતાના રોમેન્ટિક અંદાજ માટે જાણીતો છે અને આ જ કારણસર તે ઘરે દીપિકાને બટરફ્લાય, બેબી અને મેરી જાન જેવા હુલામણા નામે બોલાવે છે.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની વાત કરીએ તો ભલે આ કપલ મેરિડ નથી, પણ રિલેશનશિપમાં તો છે જ. મળી રહી રહેલી માહિતી પ્રમાણે મલાઈકા અરોરા અર્જુનને મેડ હેટરના હુલામણા નામે બોલાવે છે તો સામે અર્જુન કપૂરે કરણ જોહરના શો કોફી વિથ કરણ પર ખુલાસો કરતાં કહ્યું હતું કે તે મલાઈકાને મલાઈકા કહીને જ બોલાવે છે.

વિકી કૌશલ અને કેટરિના કૈફની વાત કરીએ તો 9મી ડિસેમ્બર, 2021ના પ્રભુતામાં પગલાં પાડનાર આ દંપત્તિ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ ક્યુટ અને મેડ ફોર ઈચ અધર કપલ છે. પણ તમારી જાણ માટે કે વિકી કૌશલ પત્ની કેટરિનાને પ્રેમથી પેનિક બટન કહીને બોલાવે છે. આવું કદાચ એટલા માટે કે કેટરિના ખૂબ જ સેન્સેટિવ નેચરની છે અને તેને ખૂબ જ સરળતાથી પરેશાન કરી શકાય છે. જ્યારે વિકીના માતા-પિતા વહુરાણી કેટરિનાને કિટ્ટુ કહીને બોલાવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…