સાયબર ક્રાઇમ કોલર ટ્યુનથી લોકો ‘ત્રાહિમામ’: અમિતાભ બચ્ચન પર સાધ્યું નિશાન…

આજકાલ કોઈને પણ ફોન લગાવીએ તો કોલર ટ્યુનનું કર્ણપ્રિય સંગીત સંભળાવાના બદલે સાયબર અપરાધીઓથી સાવચેત રહેવાની ચેતવણી બિગ બી અમિતાભ બચ્ચનના અવાજમાં સાંભળવા મળે છે. પણ આ લાંબીલચક ચેતવણી દિવસમાં અનેકવાર સાંભળીને લોકો કંટાળી રહ્યા છે, જેથી બચ્ચન પર નિશાન સાધી રહ્યા છે.
એટલું જ નહીં, લોકો ટેલિકોમ વિભાગ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લોકો પોતાનો બળાપો સોશિયલ મીડિયા પર કાઢી રહ્યા છે. એટલે સુધી કે લોકો બચ્ચન સાહેબના સોશિયલ મીડિયા પર સીધા તેમને જ સંબોધીને કઈ રહ્યા છે, ભાઈ સા’બ હવે આ બોલવાનું બંધ કરો!

હવે અમિતાભ બચ્ચને તેના ઉપર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, ભાઈ, આ સંદેશ હું મારી મરજીથી નહીં, પણ સરકારી નિર્દેશ પર રેકોર્ડ કરવામાં આવ્યો છે. મસ્તીના મૂડમાં બિગ બચ્ચને અભિષેકની પ્રશંસા કરતુ ટ્વીટ કર્યું, કે હું પણ પ્રશંસક છું. તેના ઉપર પલ્લવી નામની એક યુઝરે લખ્યું, ‘તો ફોન પર બોલવાનું બંધ કરો.’ જવાબમાં તેમણે કહ્યું, ‘સરકારને કહો, એમણે જે કરવાનું કહ્યું, મેં એ જ કર્યું છે.’
એક યુઝરે લખ્યું, ‘સોલિડ ગાંજો ફૂંકો છો.’ અમિતાભ ગાંજ્યા જાય તેવા નહોતા. તેમણે લખ્યું, ‘તમે લખો છો એવું ગાંજો ફૂંકીને જ લખી શકાય. કોઈએ પૂછ્યું, આ બધી પોસ્ટ તમે કરો છો કે કોઈ આસિસ્ટન્ટ છે? સિનિયર બચ્ચને લખ્યું, ‘હું પોતે જ કરું છું. અત્યારે 23 જૂન, 12 વાગ્યાને 5 મિનિટ થઇ છે.
આપણ વાંચો : પોતાના ઉત્તરાધિકારીને લઈને Amitabh Bachchanએ કરી પોસ્ટ, Abhishek Bachchan વાંચશે તો..