
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના બાદ શ્રદ્ધાળુઓનો પ્રવાહ સતત વધી રહ્યો છે. જોકે, આ દરમિયાન બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને(Amitabh Bachchan)પણ અયોધ્યામાં જમીન ખરીદી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. ત્યારે હવે અભિતાભ બચ્ચને બીજી જમીન ખરીદી છે. આ જમીન રામ મંદિરથી 10 કિલોમીટરના અંતરે છે. આ જમીન આશરે 54,454 ચોરસ ફૂટ છે.
આ પણ વાંચો: Big Bએ ખરીદી અહીં જમીન, કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…
હરિવંશ રાય બચ્ચનનું સ્મારક બનાવી શકે છે
જેમા મળતી માહિતી મુજબ અમિતાભ બચ્ચને અયોધ્યાના તિહુરા માઝા વિસ્તારમાં 2 વીઘા જમીન ખરીદી છે. આ જમીન ‘હરિવંશ રાય બચ્ચન’ ટ્રસ્ટના નામે ખરીદવામાં આવી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જમીન પર અમિતાભના પિતા અને કવિ હરિવંશ રાય બચ્ચનનું સ્મારક બનાવી શકે છે. જે તિહુરા માંઝામાં સ્થિત છે તેના પર 86 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે.
રજિસ્ટ્રાર ઓફિસમાં જમીનની નોંધણી કરાવી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હરિવંશ રાય બચ્ચન મેમોરિયલ ટ્રસ્ટના સત્તાવાર સભ્ય રાકેશ ઋષિકેશ યાદવે અયોધ્યાના રજિસ્ટ્રાર ઓફિસમાં જમીનની નોંધણી કરાવી છે.તેમજ આ જમીન 86,05,359 રૂપિયાના કરાર ભાવે ખરીદવામાં આવી હતી, જેમાં 6,02,000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી હતી. આ મિલકતનું રજીસ્ટ્રેશન 31 જાન્યુઆરી 2025 ના રોજ કરવામાં આવ્યું હતું.
HRB મેમોરિયલ ટ્રસ્ટની રચનાની જાહેરાત
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને વર્ષ 2013માં હરિવંશ રાય બચ્ચન મેમોરિયલ ટ્રસ્ટની શરૂઆત કરી હતી. અમિતાભે કહ્યું હતું કે મને મારા પિતાની યાદમાં ‘HRB મેમોરિયલ ટ્રસ્ટ’ ની રચનાની જાહેરાત કરતા આનંદ થાય છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળ્યા હતા