Aishwarya Rai Bachchan સાથે Amitabh Bachchan કરે છે આવું વર્તન… કોણે કર્યો ચોંકાવનારો દાવો?

ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ પાવરફૂલ ફેમિલીમાંથી એક એવો બચ્ચન પરિવાર (Bacchchan Family) છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક વિખવાદને કારણે સતત ચર્ચામાં રહે છે. બચ્ચન પરિવાર અને પરિવારના બહુરાણી (Aishwarya Rai Bachchan) એકબીજાથી અંતર રાખીને ચાલે છે. આ જોઈને ફેન્સ એવી અટકળો લગાવવામાં આવી રહી છે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું અને તેઓ છૂટાછેડા લઈ રહ્યા છે. જોકે, આ બધા વચ્ચે બચ્ચન પરિવારના મુખિયાજી એટલે કે અમિતાભ બચ્ચન વહુ ઐશ્વર્યા રાય સાથે ઘરે કેવું વર્તન કરે છે એને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને આ ખુલાસા પર સિમી સિમી ગ્રેવાલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ વીડિયો ‘જાગરૂક જનતા’ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે અને ઐશ્વર્યાના ફેન્સ પણ આ પોસ્ટ પર બચ્ચન પરિવાર માટે નેગેટિવ કમેન્ટ કરી રહ્યા છે. પણ આ બધામાં એક ટિપ્પણી એવી છે કે જેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ પ્રતિક્રિયા છે સિમી ગ્રેવાલની. તેમણે આ પોસ્ટ પર પરિવારની હકીકત જણાવી છે.
આ પણ વાંચો: બચ્ચન પરિવારના સદસ્યની વાતોએ રડાવી Aishwaryaને, જોતો રહ્યો Abhishek Bachchan…
આ વાઈરલ વીડિયોમાં મહિલા કહી રહી છે કે બચ્ચન પરિવાર વહુ માટે અલગ અને દીકરી માટે અલગ ધોરણો છે. જ્યારે પણ હું બચ્ચન સાહેબના આ બેવડા ધોરણને જોઉં છું, ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે કારણ કે હું તેમની સૌથી મોટી ફેન છે. હું તેમના વિચારો અને તેમના વર્તનનો મોટો પ્રશંસક રહી છું. પણ જ્યારે દીકરી અને વહુની વાત આવે છે ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે, કારણ કે જ્યારે બચ્ચન સાહેબ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દીકરીને લગતી પોસ્ટ કરે છે અને પુત્રની દસ વર્ષ જૂની ફોટોના વખાણ કરે છે, પણ જ્યારે વહુ ઐશ્વર્યા રાયને એવોર્ડ મળે છે ત્યારે તેના પરિવાર તરફથી કોઈ કમેન્ટ કરવામાં આવતી નથી.
આ પોસ્ટ પર લોકો કમેન્ટ કરતાં લખી રહ્યા છે કે બચ્ચન પરિવારમાં કંઈક ઠીક નથી ચાલી રહ્યું. કેટલાક યુઝર્સ એવું પણ કહી રહ્યા છે કે મહિલાની બિલકુલ સાચી છે, આ પરિવાર ઐશ્વર્યાને સાથ નથી આપતો. આ દરમિયાન સિમી ગ્રેવાલે કોમેન્ટ કરી છે કે જેમાં તેમણે લખ્યું છે કે તમને લોકોને કંઈ જ ખબર નથી એટલે આ બધું બંધ કરો. વાત કરીએ ઐશ્વર્યાના વર્ક ફ્રન્ટની તો ઐશ્વર્યાને હાલમાં જ સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટ્રેસ ક્રિટીકસના એવોર્ડથી નવાજવામાં આવી હતી. આ સમયે દીકરી આરાધ્યા બચ્ચન સાથે જોવા મળી હતી. બંનેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. પણ આ સમયે અભિષેક બચ્ચન કે બચ્ચન પરિવાર તેની સાથે જોવા મળ્યો નહોતો કે ન તો એમના દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી છે.