જ્યારે રેખાએ Amitabh Bacchhanને ગળે લગાવ્યા…

વેલેન્ટાઈન્સ વીક ચાલી રહ્યું છે અને બોલીવૂડમાં અનેક એવી લવ સ્ટોરીઝ છે જેના વિશે આજે પણ લોકોને જાણવાની તાલાવેલી હોય છે. આ લવ સ્ટોરીઝમાં સૌથી વધુ ચર્ચાતી અને પોપ્યુલર એવી લવ સ્ટોરી એટલે બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને એવરગ્રીન, યંગ એટ હાર્ટ રેખા (Rekhaji)ની લવસ્ટોરી. જોકે, બંનેમાંથી કોઈએ ઓફિશિયલી ક્યારેય આ સંબંધ વિશે કંઈ કહ્યું નથી, પરંતુ ઈન્ડસ્ટ્રીના તમામ લોકો અને ફેન્સ જાણે છે કે બંને વચ્ચે કંઈક તો હતું.
જોવાની વાત એ છે કે આ જ વેલેન્ટાઈન વીક દરમિયાન રેખા, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન (Jaya Bachchan) સ્ટારર ફિલ્મ સિલસિલા પણ રિલીઝ થઈ છે. આ ફિલ્મ 1981માં રિલીઝ થઈ હતી. દરમિયાન રેખાએ અમિતાભ બચ્ચનને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું છે આ ખુલાસો-
રેખાએ એક ઈન્ટરવ્યુમાં આ ફિલ્મના ઈમોશનલ સીન વિશે વાત કરી હતી. રેખાએ જણાવ્યું હતું કે આ ફિલ્મના એક સીનમાં મને ખૂબ જ આકરા થઈને અમિતજીને કહેવાનું હતું કે હું તમને નફરત કરું છું. 1994માં રેખાએ આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 15,000 લોકોની સામે એક ઈમોશનલ ડાયલોગ આપવાનો હતો.
આપણ વાંચો: અમિતાભ બચ્ચન પાસેની આ વસ્તુઓ છે ખૂબ જ મૂલ્યવાન, કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…
ઈન્ટરવ્યુમાં રેખાએ આગળ જણાવ્યું હતું કે યશ ચોપ્રાએ મને મારો ડાયલોગ રેડી કરવા માટે ટાઈમ પણ નહોતો આપ્યો પરંતુ એ સમયે અમિતજીએ મારી ખૂબ જ મદદ કરી. આ ખૂબ જ ઈન્ટેન્સ સીન હતો અને મને એ ડાયલોગ આપવાનો હતો.
એ સમયે અમિતજીએ મને એક કિસ્સો સંભળાવ્યો અને જણાવ્યું કે જાયન્ટ નામની ફિલ્મ જેમ્સ ડીનને પણ આ જ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ એ સમયે જેમ્સે ભીડની વચ્ચે એક નંબર (પેશાબ) કરી અને આને કારણે તેને દુનિયામાં ટોપ પર હોવાનો અહેસાસ થયો.
રેખાએ આગળ જણાવ્યું બિગ બીએ કહ્યું કે આ ઘટના બાદ જેમ્સે કહ્યું કે આનાથી વધારે ખરાબ તો શું જ થઈ શકે અને બસ જેમ્સે એક હિટ શોટ આપ્યો. હું નથી કહેતો કે તું પણ આવું જ કંઈક કર, પણ તમે સમજો છો કે હું શું કહેવા માંગું છું. ચાલો આ એક્ટિંગ છે.
આપણ વાંચો: જ્યારે અમિતાભ બચ્ચન શીખ્યા આજકાલના યુવાનિયાઓના નવા શબ્દો બેંચિંગ, બ્રેડ ક્રમ્બિંગ, ઘોસ્ટિંગ…
બસ બિગ બીની આ વાતો સાંભળીને રેખાએ સિલસિલાનો એ સીન કમ્પલિટ કર્યો અને આખરે ફિલ્મ સુપરડુપર હિટ થઈ. સીન પૂરો થતાં જ રેખાએ દોડીને અમિતાભ બચ્ચનને ગળે લગાવી દીધા હતા. જોવાની વાત એ છે કે આ સમયે જયા બચ્ચન પણ ત્યાં હાજર હતા.
જયા બચ્ચનને અમિતાભ અને રેખાની ક્લોઝનેસથી પ્રોબ્લેમ હતી એ વાત તો જગજાહેર છે, તો વિચારો કે જ્યારે રેખાએ અમિતાભને ગળે લગાવ્યા હશે તો તેમનું રિએક્શન કેવું રહ્યું હશે.
આજે પણ ફિલ્મ સિલસિલાની વાત આવે તો દર્શકોના ચહેલા ખિલી ઉઠે છે. તમે પણ પરી એક વખત વેલેન્ટાઈન્સ ડેના સેલિબ્રેશન તરીકે સિલસિલા જોઈ નાખો…