David Dhawan છે Amitabh Bachchanની પરેશાનીનું કારણ…
બચ્ચન પરિવાર (Bachchan Family) અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) છેલ્લાં કેટલાય સમયથી પારિવારિક વિખવાદને કારણે લાઈમલાઈટમાં આવતા જ રહે છે અન આ બધા વચ્ચે હવે એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે કે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મ મેકર ડેવિડ ધવન (David Dhawan)થી બિગ બી પરેશાન થઈ ગયા છે. જી હા, આ વાતનો ખુલાસો ખુદ ડેવિડ ધવને કર્યો છે. ચાલો, તમને જણાવીએ કે આખરે કેમ આવું થયું-
વાત જાણે એમ છે કે 1990માં ડેવિડ ધવને ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ડિરેક્ટ કરી હતી અને આ ફિલ્મમાં બિગ બીની સાથે સાથે ગોવિંદા પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા.
પરંતુ આ જ ફિલ્મના શૂટિંગ દરમિયાન બિગ બી ખૂબ જ પરેશાન થઈ ગયા હતા, કારણ કે બિગ બી એક બાઉન્ડ સ્ક્રિપ્ટ સાથે કામ કરવા માટે જાણીતા છે, પણ ડેવિડ તેમને એ સ્ક્રીપ્ટ નહોતા આપતા.
ડેવિડે ખુદ આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે કઈ રીતે તેમને અમિતાભ બચ્ચન સાથે કામ કરીને મજા આવી અને પોતાની પૂરી સ્ક્રીપ્ટ ન મળવાને કારણે બિગ બી પરેશાન થઈ જતા હતા.
એક ઈન્ટરવ્યુમાં ડેવિડ ધવને હસતાં હસતાં જણાવ્યું હતું કે બચ્ચન સાહબ મારી પાસેથી સ્ક્રીપ્ટ માંગતા હતા અને હું અમને એક વાળેલા ચોળેલા કાંગળમાં ચાર લાઈન લખીને આપી દેતો હતો. તેઓ કહેતા કે આગળની સ્ક્રીપ્ટ પણ દેખાડો, પણ હું એમને કહેતો કે આ તમારું જ છે અને તમારે એટલું જ કહેવાનું છે. અમે ખૂબ જ મોજ-મસ્તી કરી હતી.
આ પણ વાંચો: ન્યૂ જર્સીમાં ગોપી શેઠે કરી કમાલઃ અમિતાભ બચ્ચનની પ્રતિમા બનાવી અને….
ડેવિડે આ ઈન્ટરવ્યુમાં ડિરેક્ટર મનમોહન દેસાઈ વિશે પણ વાત કરતાં કહ્યું હતું કે હું એમને મારો મેન્ટોર માનું છું. મનમોહન દેસાઈએ અમર, એકબર એન્થની જેવી ક્લાસિક ફિલ્મ ડિરેક્ટ કરી છે.
ફિલ્મમાં અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના અને રિશી કપૂર લીડ રોલમાં હતા. ડેવિડ ધવને મનમોહન દેસાઈ વિશે જણાવ્યું હતું તે તેઓ સપના વેચતા હતા અને તે જે કંઈ પણ કરતાં એના પર તેમનો પૂરેપૂરો વિશ્વાસ રહેતો.
ડેવિડ ધવનની ગણતરી ઈન્ડસ્ટ્રીના ટોપના ડિરેક્ટરમાં કરવામાં આવે છે અને તેમનો દીકરા વરુણ ધવન વિશે પણ ઈન્ટરવ્યુમાં વાત કરતાં જણાવ્યું હતું કે કઈ રીતે વરુણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાન્સ આપવા માટે કરણ જોહરને અપ્રોચ કર્યું હતું જેથી કરણ તેને ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કરે. જ્યારે કે ડેવિડ અને પત્ની કરુણાને લાગ્યું હતું કે વરુણ એક્ટર તરીકે નહીં પણ એક બેન્કર તરીકે વધારે સારું કામ કરી શકશે.