અમદાવાદ પ્લેન ક્રેશમાં Amitabh Bachchanએ પણ ગુમાવી નજીકની વ્યક્તિને, પોસ્ટ કરીને કહ્યું… | મુંબઈ સમાચાર

અમદાવાદ પ્લેન ક્રેશમાં Amitabh Bachchanએ પણ ગુમાવી નજીકની વ્યક્તિને, પોસ્ટ કરીને કહ્યું…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે, પરંતુ છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો આ સોશિયલ મીડિયાને કારણે જ બિગ બી ટ્રોલ્સના નિશાના પર આવી જતાં હોય છે. 12મી જૂનના ગુજરાતના અમદાવાદ ખાતે થયેલાં ગોઝારા પ્લેન ક્રેશ એક્સિડન્ટના 24 કલાક બાદ પોસ્ટ કરનારા બિગ બીને વધુ એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેમાં તેમણે પણ આ દુર્ઘટનામાં કોઈ નજીકની વ્યક્તિ ગુમાવી હોવાની વાત કહી છે અને આ ઘટનાની ઉંડાણ પૂર્વક તપાસ કરવાની માગણી પણ કરી છે. આવો જોઈએ કોણે છે આ વ્યક્તિ અને કેમ બિગ બીએ આ માગણી કરી છે-

અમિતાભ બચ્ચન પોતાના બ્લોગમાં લખ્યું હતું કે એર ઈન્ડિયા પ્લેન ક્રેશની દુર્ઘટનાને કારણે મને ખૂબ જ દુઃખ પહોંચ્યું છે અને હું વ્યથિત છું. આપણી જેમ જે દેશોના નાગરિકોએ આ દુર્ઘટનામાં જાન ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી પૂરી સંવેદના છે. આશા રાખીએ આ દુઃખ આપણને એક જૂટ કરે.

બિગ બીએ આ પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે આ ઘટનાની સંપૂર્ણ ઈમાનદારી અને પારદર્શક રીતે તપાસ થવી જોઈએ, જેથી લોકો હંમેશા એને યાદ રાખે અને એના પરથી બોધપાઠ લે. આપણે મજબૂત બનવું પડશે, અને યોગ્ય પગલા લેવા પડશે.

વાત કરીએ બિગ બીએ આ અકસ્માતમાં કોને ગુમાવ્યા છે એની તો તેમણે પોતાના બ્લોગમાં સ્પષ્ટ કર્યું છે કે તેમના એક નજીકના મિત્રના જુવાનજોધ દીકરાનું આ પ્લેન ક્રેશમાં નિધન થયું છે. બિગ બીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે અને આજની સવારે મને અને મારા પરિવારને વધુ એક આંચકો આપ્યો છે. આ સવાર દુઃખદ સમાચાર લઈને આવી છે. મારા ખૂબ જ નજીકના મિત્રએ પોતાનો દીકરો આ અકસ્માતમાં ગુમાવ્યો છે. હું અને મારો મિત્ર કયા દુઃખમાંથી પસાર થઈ રહ્યા છીએ એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.

આપણ વાંચો:  વરવી વાસ્તવિકતાઃ સોશિયલ મીડિયામાં ત્રણ લાખ ફોલોઅર્સ, પણ સ્મશાન યાત્રામાં માત્ર ત્રણ જ આવ્યા…

અત્રે ઉલ્લેખનીય છે કે 12મી જૂનના અમદાવાદથી લંડન લઈને રહેલી એર ઈન્ડિયાની ફલાઈટ એઆઈ171 ટેક ઓફ કર્યાની મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ હતી, જેમાં ફ્લાઈટમાં સવાર 242માંથી 241 પ્રવાસીઓના નિધન થયા હતા. આ અકસ્માતમાં જ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button