આ કારણે લગ્નના 17 વર્ષ બાદ પણ Amitabh Bachchanએ Aishwarya Rai Bachchanને નથી સ્વીકારી વહુ તરીકે…

હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચન (Amitabh Bachchan) તેમ જ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ડિવોર્સના સમાચારને કારણે લાઈમલાઈટમાં છે અને આવી પરિસ્થિતિમાં બચ્ચન પરિવારના જ એક સદસ્ય દ્વારા આ ચોંકાવનારૂ નિવેદન આપવામાં આવ્યું છે ચાલો તમને જણાવીએ કે કોણ છે આ સદસ્ય અને કેમ અમિતાભ બચ્ચને લગ્નના આટલા વર્ષે પણ ઐશ્વર્યાને વહુ તરીકે નથી સ્વીકારી?
વાત જાણે એમ છે કે હાલમાં સોશિયલ મીડિયા પર જયા બચ્ચન (Jaya Bachchan)નો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો કરણ જોહરના શો કોફી વિથ કરણનો છે જેમાં જયા બચ્ચન પોતાની વહુ ઐશ્વર્યા અને પતિ અમિતાભ બચ્ચન વચ્ચેના સંબંધોનો ખુલાસો કર્યો હતો. આ સમયે જયા બચ્ચને કહ્યું હતું કે અમિતાભે ક્યારેય ઐશ્વર્યાને વહુ તરીકે જોઈ નથી. તેમણે હંમેશાં જ ઐશ્વર્યાને દિકરીની જેમ જ જોઈ છે.
આગળ જયાએ એવું પણ જણાવ્યું હતું કે જ્યારે શ્વેતા બચ્ચન (Shweta Bachchan)ના લગ્ન થયા ત્યારથી જ અમિતાભના જીવનમાં એક ખાલીપો આવી ગયો હતો, પરંતુ અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન થયા ત્યારથી તેમણે ઐશ્વર્યા પોતાની દીકરી શ્વેતાની ઝલક જોઈ છે. ઐશ્વર્યાને જોઈને એમના ચહેરા પર એક ચમક આવી જાય છે. સસરા અને વહુ વચ્ચે એક ખાસ બોન્ડ છે જે કદાચ એક બાપ દીકરી વચ્ચે જોવા મળે છે.
આ પણ વાંચો : આ વ્યક્તિ છે Aishwarya Rai-Bachchan અને Abhishek Bachchanના Divorceનું કારણ?
અમારા માટે ખૂબ જ અઘરું હતું એ વાત સ્વીકારવી કે શ્વેતા હવે બચ્ચન રહી નથી અને તે બીજા ઘરે જતી રહી છે. એ સમયગાળામાં ઐશ્વર્યાએ બચ્ચન પરિવારમાં આવીને એની કમી અમારા જીવનમાં પૂરી કરી છે, એવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાય સમયથી ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે અણબનાવના સમાચાર અને અહેવાલો આવી રહ્યા છે. જોકે, આ મામલે બચ્ચન પરિવાર કે ઐશ્વર્યા દ્વારા કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી. ઐશ્વર્યા લાંબા સમયથી બચ્ચન પરિવારથી દૂર દીકરી આરાધ્યા સાથે પોતાના પિયરમાં રહે છે.