ઐશ્વર્યા રાય-બચ્ચનને લઈને બિગ બીએ લીધું આ આકરું પગલું… ચોંકી ઉઠ્યા નેટિઝન્સ
બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાક સમયથી પરિવારમાં ચાલી રહેલાં ખટરાગ અને મતભેદને કારણે ખાસ્સો એવો લાઈમલાઈટમાં રહે છે અને એમાં પણ ખાસ કરીને અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના સંબંધને લઈને તો દરરોજ કોઈને કોઈ નવી વાત સામે આવી રહી છે. હવે આ જ અનુસંધાનમાં એક નવી વાત સામે આવી છે અને હવે બિગ બીએ બચ્ચન પરિવારની વહુરાણી સામે એવું આકરું પગલું ભર્યું છે કે જેના વિશે જાણીને લોકો ચોંકી ઉઠ્યા છે. આવો જોઈએ શું છે આ પગલું…
હાલમાં એક Reddit પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે જેમાં એવું જોવા મળી રહ્યું છે કે અમિતાભ બચ્ચને પોતાની વહુરાણી ઐશ્ચવર્યા રાય-બચ્ચનને અનફોલો કરી હતી. જોકે, Reddit પોસ્ટ શેર કરીને યુઝર્સે એવો સવાલ કર્યો છે કે શું બિગ બીએ એશને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી છે.
જોકે, કેટલાક લોકોએ આ બાબતે એવો દાવો પણ કર્યો છે કે અમિતાભ અને ઐશ્ચવર્યા રાય-બચ્ચને એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યા જ નથી, તો વળી કેટલાક લોકોએ એવો દાવો કર્યો છે કે કંઈક તો ગડબડ છે. જ્યારે કેટલાક લોકોએ એવી શક્યતા પણ વ્યક્ત કરી છે કે આ પ્રાઈવસી સેટિંગને કારણે થયું હશે, કદાચ બિગ બીએ એવી સેટિંગ ઓન રાખી હશે કે તેઓ જ તેમના ફોલોવર્સને જોઈ શકે અને બીજું કોઈ નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી એવી અફવાઓ ઉડી રહી છે કે ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારને બદલે પોતના પિયરમાં જ મોટાભાગનો સમય પસાર કરે છે અને એશ પણ પોતાની દીકરી અને માતા સાથે જાહેરમાં દેખાય છે. સોશિયલ મીડિયા પર પણ તે પોતાની માતા અને આરાધ્યા સાથેના ફોટો જ શેર કરે છે. એટલું જ નહીં હાલમાં એશબેબીના બર્થડે પર બચ્ચન પરિવારમાંથી અભિષેક સિવાય કોઈએ તેને જન્મદિવસની શુભેચ્છાઓ નહોતી પાઠવી. આ સિવાય મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં પણ એશ એકલી જ પહોંચી હતી.
આ બધી ઘટનાઓને ધ્યાનમાં લેતાં બચ્ચન પરિવારમાં સબ સલામત નથીની ચર્ચા ખૂબ જ જોરશોરથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે. જોકે આ મામલે હજી સુધી બચ્ચન પરિવાર કે એશ તરફથી ઓફિશિયલ એનાઉન્ટમેન્ટ એનાઉન્સમેન્ટ નથી કરવામાં આવી.