ભૂલ કોનાથી નથી થતી? કઈ ભૂલની વાત કરી રહ્યા છે Amitabh Bachchan?
હેડિંગ વાંચીને તમે તમારા મગજના ઘોડા દોડાવો એ પહેલાં તમને જણાવી દેવાનું કે આ કિસ્સો બિગ બીની પર્સનલ લાઈફ સંબંધિત નહીં પણ કેબીસીના સેટ સાથે જોડાયેલો છે. બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં તેમના લોકપ્રિય કૌન બનેગા કરોડપતિને કારણે લાઈમલાઈટમાં રહે છે.
કૌન બનેગા કરોડપતિમાં દૂર દૂરથી લોકો પોતાના સપના પૂરા કરવા માટે આવે છે અને આવા જ એક કન્ટેસ્ટન્ટ સાથે બિગ બીનું એન્કાઉન્ટર થયું, પણ બિગ બીએ એને જે સલાહ આપી એ સાત કરોડ રૂપિયા કરતાં વધારે મૂલ્યની હતી. આવો જોઈએ શું છે બિગ બીની આ અમૂલ્ય સલાહ-
વાત જાણે એમ છે કે લેટેસ્ટ એપિસોડમાં બિગ બીની સામે હોટ સીટ પર હતા મહારાષ્ટ્રના કૃષ્ણા સેલુકર. કૃષ્ણા પણ આ શોમાં એક આશા-અપેક્ષા લઈને આવ્યા હતા. કૃષ્ણા પોતાની જિંદગીમાં કંઈક કરવા માંગે છે, નામ કમાવવા માંગે છે અને પૈસા કમાવીને માતા-પિતાને આપવાનું તેમનું સપનું છે.
આ પણ વાંચો: કેબીસીના સેટ પર પહોંચ્યા IT ઓફિસર, બિગ બીએ જોડ્યા હાથ?
શો પર જ્યારે કૃષ્ણાની એન્ટ્રી થઈ ત્યારે તેઓ પોતાની સ્ટ્રગલ સ્ટોરી સંભળાવતા અમિતાભ બચ્ચન પણ ભાવુક થઈ ગયા હતા. કૃષ્ણાએ કહ્યું હતું કે હું પપ્પાના હાથમાં ક્યારેય સેલરી નથી રાખી શક્યો. જ્યારે જુવાન દીકરો ઘરે આવે છે ત્યારે પરિવારમાં ખુશહાલીનો માહોલ હોય છે. પણ જ્યારે દીકરો 2-3 મહિના ઘરે રહે છે ત્યારે તે ઘરવાળાઓ પર બોજ બની જાય છે.
કૃષ્ણાએ શો પર જિતેલી રકમ પપ્પાના હાથમાં મૂક્યો હતો એ સમયે બિગ બીએ કૃષ્ણાના પિતાને સમજાવ્યું હતું કે ભૂલ કયા માણસથી નથી થતી. પણ એ ભૂલને ભૂલીને આગળ વધવું ખૂબ જ ઓછા લોકો કરી શકે છે. તમારા દીકરામાં એ ટેલેન્ટ છે.તે જિતીને આવ્યો છે. બિગ બીની આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકો તાળીઓ વગાડીને તેનું અભિવાદન કરે છે.
મેકર્સ દ્વારા આ સિઝનમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે જેને કારણે શો વધારે ઈન્ટરેસ્ટિંગ બને છે. લોકો કૌન બનેગા કરોડપતિની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અને તેની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે.