અભિષેક બચ્ચન પર રેસ્ટોરાંમાં બધાની વચ્ચે ગુસ્સે ભરાયા બિગ બી, કહ્યું તો પછી… | મુંબઈ સમાચાર
મનોરંજન

અભિષેક બચ્ચન પર રેસ્ટોરાંમાં બધાની વચ્ચે ગુસ્સે ભરાયા બિગ બી, કહ્યું તો પછી…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં પોતાના લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહેતાં હોય છે. પરંતુ હાલમાં બચ્ચન પરિવાર પારિવારિક કારણોને કારણે વધારે ચર્ચામાં રહે છે. હાલમાં જ સેલિબ્રિટી શેફ હરપાલ સિંહ સોખીએ બિગ બી સાથે સંકળાયેલા એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેઓ કોઈ કારણસર દીકરા અભિષેક બચ્ચનને વઢતા જોવા મળ્યા હતા. આવો જોઈએ શું છે આખો કિસ્સો…

શેફ હરપાલ સિંહ સોખી એક શો પર પહોંચ્યા હતા, જ્યાં તેમને બોલીવૂડના અમુક કિસ્સાઓ વિશે પૂછવામાં આવ્યું હતું. શેફે જણાવ્યું હતું કે જૂહુના સેન્ટોર હોટેલમાં અનેક ઈવેન્ટ જોયા છે. મેં ધર્મેન્દ્રના દીકરાના લગ્ન જોયા છે અને ઘણું બધું જોયું છે. માધુરી દિક્ષીતનો રાઈઝ જોયો છે અને તે ચાઈનીઝ રેસ્ટોરાંમાં આવતી હતી. અમે આ બધું જ જોયું છે. માધુરી ત્યારે એટલી યંગ હતી અને ત્યાં આખી બોલીવૂડ ગેંગ રહેતી હતી.

આ પણ વાંચો : ભગવાનની નહીં, માણસની મદદ કરો: અમિતાભ બચ્ચન ‘લાલબાગ ચા રાજા’ને દાન આપીને ટ્રોલ થયા

બિગ બી સાથે સંકળાયેલો કિસ્સો જણાવતા શેફે જણાવ્યું હતું કે અમારી એક ઈન્ડિયન રેસ્ટોરાં હતી. બિગ બી ત્યાં જમવા આવતા હતા એ સમયે તેમની સાથે જયા બચ્ચન અને અભિષેક અને શ્વેતા પણ સાથે રહેતા. એ સમયે આ બંને બાળકો ખૂબ જ નાના નાના હતા.

તેમણે આગળ એવું પણ જણાવ્યું હતું કે મને આજે પણ યાદ છે જ્યારે બિગ બી જમતા અને એ સમયે જો અભિષેકની પ્લેટમાં ખાવાનું બચી જતું તો એ વઢતાં અને કહેતા કે અભિષેક પ્લેટમાં જે છે એ પૂરું કરે. પ્લેટ હંમેશા ખાલી હોવી જોઈએ. અભિષેક કહેતાં કે ના મારું પેટ ભરાઈ ગયું છે તો બિગ બી કહેતાં કે તો પછી તે ખાવાનું પ્લેટમાં લીધું જ કેમ?

આ પણ વાંચો : સતત પડી રહેલા વરસાદે અમિતાભ બચ્ચનના બંગલાને પણ કર્યો પાણી પાણીઃ જૂઓ વીડિયો

શેફ હરપાલ સિંહ સોખી હાલમાં જ લાફ્ટર શેફની બીજી સિઝનમાં જોવા મળ્યા હતા. આ સિઝનમાં સેલિબ્રિટીઝ કૂકિંગ કરતાં હતા અને એની સાથે સાથે દર્શકોને મનોરંજન પણ પીરસતા હતા.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button