82 વર્ષે 16 કલાક કામ, સેટ પર અચૂક કરે છે આ કામ, જાણો કોણે બિગ બીને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો…

બોલીવૂડના મહાનાયક બે દિવસ બાદ એટલે કે 11મી ઓક્ટોબરના રોજ પોતાનો 83મો બર્થડે સેલિબ્રેટ કરશે. 82 વર્ષે પણ બિગ બી સુપર એક્ટિવ રહે છે પછી એ પર્સનલ લાઈફની વાત હોય કે પ્રોફેશનલ લાઈફ. બિગ બી હાલમાં તેમના લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે.
મેગા સ્ટાર દિવસા 16-17 કલાક કામ કરે છે અને સેટ પર જઈને શું કરે છે એ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ આખરે બિગ બી સેટ પર જઈને એવું તે શું કામ કરે છે કોણે કર્યો છે આ ખુલાસો-
આપણ વાંચો: Amitabh Bachchan એ કેમ Rekha ને રિજેક્ટ કર્યા? જાણો કોણે કર્યો આ ચોંકાવનારો ખુલાસો…
અમિતાભ બચ્ચન 82 વર્ષની વયે પણ એટલા બધા એનર્જેટિક છે કે તેમને જોઈને નવજુવાનિયાઓ પણ શરમાઈ જાય છે. બિગ બી 82 વર્ષે પણ ફિલ્મો અને ટીવી શો હોસ્ટ કરે છે અને એ પણ એકદમ જોશ અને ઉત્સાહપૂર્વક.
હવે તેમની સાથે વર્ષોથી જોડાયેલા મેકઅપ આર્ટિસ્ટ દિપક સાવંતે આપેલા એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે બિગ બી એક વાતનું ખાસ ધ્યાન રાખે છે કે તેમને કારણે કોઈ પણ નિર્માતાને નુકસાન ના થાય અને એટલે તેઓ પોતાના નક્કી કરેલાં સમયથી 30 મિનિટ પહેલાં જ સેટ પર પહોંચી જાય છે અને તેઓ શિફ્ટમાં નથી માનતા. જો જરૂર પડે તો તેઓ સતત 16-16 કલાક સુધી કામ કરે છે.
સાવંતે વધુમાં જણાવ્યું હતું કે શરૂઆતથી જ તેમની દિનચર્યા આવી રહી છે અને આજે આટલા વર્ષો બાદ પણ તે જેમની તેમ જળવાઈ રહી છે.
આપણ વાંચો: શાહરૂખ ખાન સૌથી ધનિક ઈન્ડિયન એક્ટર, જાણો બીજા નંબરે કઈ હીરોઈન છે
ઈન્ડસ્ટ્રીમાં પાંચ દાયકા વિતાવાનાર બિગ બીને આજે પણ એક સીનને 50થી વધુ વખત વાંચવાની આદત છે. એટલું જ નહીં તેઓ સેટ પર જઈને કોઈ પણ સીન કરતાં પહેલાં 10 વખત રિહર્સલ અવશ્ય કરે છે અને તેઓ એકલા જ પ્રેક્ટિસ કરે છે. જોકે, તેમ છતાં તેમનો પહેલો ટેક જ બેસ્ટ હોય છે. જો બીજો ટેક થાય તો પણ પહેલો ટેક સૌથી અલગ અને બેસ્ટ દેખાય છે.
સાવંતે પોતાના અને બિગ બી સંબંધો વિશે વાત કરતાં ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમિતાભજી સાથે હું 53 વર્ષથી છું અને મને એમને તૈયાર કરતાં વર્ષો થઈ ગયા છે. 1972માં અમે પહેલી વખત ફિલ્મ રાસ્તે કા પથ્થરના સેટ પર મળ્યા હતા અને ત્યારથી અમે સાથે છીએ. હું હંમેશા ભગવાનને કહું છું કે મને પહેલાં ભગવાન પર અને ત્યાર બાદ મને અમિતાભજી પર પૂરેપૂરો ભરોસો છે. મારે અમિતાભજી માટે કંઈ પણ કરવું પડે તો હું કરીશ અને જો મારે એમના માટે કોઈ વખત લડવું પડશે તો હું લડીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બી 11મી ઓક્ટોબરના રોજ પોતાનો 83મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે અને કેબીસીના સેટ પર પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા લેખક જાવેદ અખ્તર અને તેમના દીકરા ફરહાર અખ્તર સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો, જેનો પ્રોમો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.