અમિતાભ બચ્ચનને આ શું થયુંઃ પરોઢે આવી ટ્વીટ કરી સૌને ચિંતામાં મૂકી દીધા

સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહેતા અમિતાભ બચ્ચન ઘણીવાર ટ્વીટ કરવાને બદલે પઝલ શેર કરતા હોય તેમ લાગે છે. એકાદ બે શબ્દમાં તેઓ કંઈક પોસ્ટ કરી દે છે, જેનો જવાબ શોધતા ફેન્સનો દમ નીકળી જાય છે. દિવાળીની વહેલી સવારે પાંચ વાગ્યામાં બચ્ચન સાહેબે એક ટ્વીટ કરી છે અને હવે નેટીઝન્સ તેનો અર્થ શોધી રહ્યા છે.
હવે ફરી એકવાર બિગ બીએ પણ એવું જ કર્યું છે. તેમણે 17 ઓક્ટોબરે સવારે એક ટ્વીટ કર્યું અને 18મીએ બીજું ટ્વીટ કર્યું. બંને ટ્વીટથી યુઝર મૂંઝાઈ ગયા છે. દરેક પોતાના રિએક્શન્સ આપી રહ્યા છે. અમુક તેને કેબીસી જૂનિયર-17માં આવેલા બાળકની વર્થણૂક સાથે સાંકડી રહ્યા છે.
T 5534 – इस दुनिया में दो तरह के लोग होते हैं – दोनों से दूर रहना चाहिए
— Amitabh Bachchan (@SrBachchan) October 17, 2025
બચ્ચને ટ્વીટ કર્યું છે કે આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે, બન્નેથી દૂર રહેવું. આમ એક નહીં બે વાર બીગ બીએ લ્ખ્યું. લોકો તેને એક બાળકની બાલિશતા સાથે જોડી રહ્યા છે, પરંતુ બીગ બી આટલી પરિપક્વ ઉંમરે એક બાળકની નાદાનીને આટલું મહત્વ આપે તેમ નથી.
બીગ બી શું લખે છે અને શું કામ લખે છે તેની તેમને જ ખબર હોય છે. અગાઉ તેમણે અચાનક બે હાથ જોડી ફેન્સની માફી માગી હતી. પોતાના જન્મદિવસ પર મોબાઈલ ખરાબ થઈ ગયો હોવાને કારણે લોકોને તેમની શુભેચ્છા બદલ આભાર ન માની શક્યા હોવાથી તેમણે માફી માગી હતી. હવે ફરી બચ્ચને બે પ્રકારના લોકોથી દૂર રહેવા કહ્યું છે, તેમાં કોઈ ગૂઢ રહસ્ય છે કે પછી બચ્ચન સાહેબની કોઈ ટીખ્ખળ છે તે તો તેઓ જ કહેશે.
આપણ વાંચો: ઈવેન્ટમાં કાંચીવરમ સાડી પહેરી નીતા અંબાણીએ દીકરી ઈશા અંબાણીને પણ પાછળ છોડી, લૂક જોઈને તો…