Amitabh Bachchan-Abhishek Bachchan મેચ પૂરી કરીને આ ક્યાં પહોંચ્યા? વીડિયો થયો વાઈરલ… | મુંબઈ સમાચાર

Amitabh Bachchan-Abhishek Bachchan મેચ પૂરી કરીને આ ક્યાં પહોંચ્યા? વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને જુનિયર બચ્ચન એટલે અમિતાભ બચ્ચન (Abhishek Bachchan)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં બંને બાપ-દીકરો રવિવારે ઈન્ડિયા વર્સીસ ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી20 મેચ જોવા માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા હતા.

ટીમને ચિયરઅપ કરીને જિતનું શાનદાર જશ્ન મનાવ્યો. સ્ટેડિયમથી પાછા ફરતી વખતે બિગ બી અને જુનિયર બચ્ચન પેટ પૂજા કરવા માટે માટુંગા ખાતે આવેલા 84 વર્ષ જૂના મદ્રાસ કેફે પહોંચ્યા હતા. હવે તમને પણ એ જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે ને કે આખરે અહીં આ બાપ-દીકરાની જોડીએ શું ફૂડ ઓર્ડર કર્યું હશે? તેમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો હશે, ચાલો તમને આ વિશે જણાવીએ-

આપણ વાંચો: અમિતાભ બચ્ચન પાસેની આ વસ્તુઓ છે ખૂબ જ મૂલ્યવાન, કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…

મજાની વાત તો એ હતી કે રાતે 9 વાગ્યાની આસપાસ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને પોતાની રેસ્ટોરાંમાં જોઈને માલિને પણ ભરોસો નહોતો થયો. દેવવ્રક કામથ એ સમયે કેશ કાઉન્ટર પર હતા અને એમને એક કોલ આવ્યો કે સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન તેમની ઉડુપી સ્ટાઈલ વેજિટેરિયન રેસ્ટોરામાં આવવાના છે.

જ્યાં સુધી બિગ બી અને જુનિયર બચ્ચન પોતાના 16 સિક્યોરિટી ગાર્ડ્સ સાથે કેફે નહીં પહોંચ્યા ત્યાં સુધી કામથમે વિશ્વાસ નહોતો થયો કે આટલા મોટા સેલિબ્રિટી તેમના દાદા દ્વારા સ્થાપવામાં આવેલી રેસ્ટોરાં પહોંચી રહ્યા છે. કામથે જણાવ્યું હતું કે એવું નથી કે પહેલી જ વખત અમારા રેસ્ટોરાંમાં કોઈ સેલિબ્રિટી આવવાના હોય. આ પહેલાં પણ રાજ કપૂર, ધીરુભાઈ અંબાણી અને પી ચિદમ્બરમ જેવા અનેક સેલેબ્સ તેમને ત્યાં સેન્ક્સનો આનંદ ઉઠાવી ચૂક્યા છે.

આપણ વાંચો: જ્યારે અમિતાભ બચ્ચન શીખ્યા આજકાલના યુવાનિયાઓના નવા શબ્દો બેંચિંગ, બ્રેડ ક્રમ્બિંગ, ઘોસ્ટિંગ…

વાત કરીએ બિગ બી અને જુનિયર બચ્ચને અહીં શું ફૂડ ઓર્ડર કર્યું એની તો અહીં બંનેએ અલગ અલગ વાનગીઓ ઓર્ડર કરી હતી. જેમાં મેન્યુમાં નવા નવા સામેલ કરવામાં આવેલા બેન્ને ઢોસા, રાગી ઢોસા, રવા ઢોસા, તુપ્પા ઢોસા, દહીં મિસળ, ઈડલી મૂલગાપોડી, સેટ ઢોસા અને મેંદુ વડા ઓર્ડર કર્યા હતા. આ સિવાય તેમણે અહીં ગરમ ફિલ્ટર કોફીનો આનંદ પણ ઉઠાવ્યો હતો.

બિગ બી અને જુનિયર બચ્ચન અહીં પેટપૂજા કરીને ઘરે પહોંચ્યા હતા અને તેમને આ રેસ્ટોરાંનું ફૂડ ખૂબ જ પસંદ આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મદ્રાસ કેફે એ એવા ઉડ્ડુપી રેસ્ટોરામાંથી એક છે જેના માટે માટુંગા ખૂબ જ પ્રખ્યા છે.

સંબંધિત લેખો

Back to top button