શું Amitabh-Aishwaryaના સંબંધોમાં આટલી બધી ખારાશ આવી ગઈ છે? બીગ બીએ ફરી અટકળો વધારી
આજકાલ જૂની ફિલ્મોને અમુક વર્ષો પૂરા થાય એટલે સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ મૂકી તેને સેલિબ્રેટ કરવામાં આવે છે. આવી જ રીતે અભિષેક-ઐશ્વર્યાને ચમકાવતી ફિલ્મ રાવણને 14 વર્ષ પૂરાં થયા. તો ટીમ રાવણે તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અભિ-એશ સહિત સૌને અભિનંદન પાઠવ્યા, પણ બીગ બી અમિતાભ બચ્ચનની પોસ્ટથી ફરી બચ્ચન પરિવારની અંદરની વાતો બહાર આવી એમ લાગી રહ્યું છે. એક સમયે અમિતાભ અને ઐશ્વર્યાના સસરા-વહુના સંબંધો ખૂબ જ વખાણાતા, (Amitabh-Aishwarya relationship)પણ હવે બીગ બી જાણે ઐશ્વર્યાનું નામ લેવા તૈયાર ન હોય તેમ લાગી રહ્યું છે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘રાવણ’ને (Ravan completes 14 years) 14 વર્ષ પૂર્ણ થયા છે. અભિષેક બચ્ચનની ટીમે તેની ફિલ્મનો વીડિયો શેર કરીને તેને અને ઐશ્વર્યા રાયને અભિનંદન પાઠવ્યા હતા. અમિતાભ બચ્ચને પણ આ પોસ્ટ ટ્વિટર પર શેર કરી છે અને પુત્રને શુભેચ્છા પાઠવી છે., પણ તેમણે ફિલ્મની હીરોઈન અને પુત્રવધુ ઐશ્વર્યાનો ઉલ્લેખ સુદ્ધા કર્યો નથી અને ચાહકોને આ વાત પસંદ નથી આવી.
અભિષેક બચ્ચનની ટીમ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું છે- “#રાવણના 14 વર્ષની ઉજવણી, @જુનિયરબચ્ચન અને #ઐશ્વર્યારાય બચ્ચનના યાદગાર કામ સાથેના એક મહાકાવ્યની વાર્તા. #Abhishekbachchan #bachchan #abcrew” અમિતાભ બચ્ચને આ પોસ્ટ શેર કરી અને તેમના પુત્રના વખાણ કર્યા.
અમિતાભે લખ્યું, “અભિષેક… એક અવિસ્મરણીય અભિનય… તમારી અન્ય તમામ ફિલ્મોથી ઘણું અલગ.. અને તે જ એક કલાકારની સાચી આવડત છે. ઘણો પ્રેમ. બિગ બીની આ પોસ્ટ પર ઘણા લોકો અભિષેકને અભિનંદન આપી રહ્યા છે, પણ સાથે ટીકા પણ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યું છે કે આ ફિલ્મમાં જોવા મળેલી અભિનેત્રીએ પણ અવિસ્મરણીય પરફોર્મન્સ આપ્યું છે. તે ખરેખર એક સારી કલાકાર છે. તમે તેના વખાણ નથી કર્યા? બીજાએ લખ્યું, તમે જે રીતે અભિષેકને સપોર્ટ કરો છો અને તેના વખાણ કરો છો તે રીતે તમે તમારી વહુને કેમ સપોર્ટ નથી કરતા. (Big B avoides Aishwarya)
જોકે આ પહેલીવાર નથી. વર્ષ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ બંટી ઔર બબલીએ હાલમાં જ 19 વર્ષ પૂરા કર્યા છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાયનું ગીત કજરા રે કજરા રે… ખૂબ જ ફેમસ થયું હતું. બિગ બીએ એક પોસ્ટ શેર કરી જેમાં તેણે લખ્યું, અભિષેક બચ્ચનની ફિલ્મ બંટી ઔર બબલીના 19 વર્ષ. તેને રી-ટ્વીટ કરતાં બિગ બીએ લખ્યું, આ ગીત એટલું લોકપ્રિય બન્યું કે આજે પણ તે લોકોનું ધ્યાન ખેંચે છે અને આજે પણ તેને પસંદ કરવામાં આવે છે… અને ગીત સાથેની શ્રેષ્ઠ ક્ષણ હતી, ભૈયા, જ્યારે અમે તેને સ્ટેજ પર લાઈવ પર્ફોમ કર્યું હતું. બંનેએ ફિલ્મના આ ગીતમાં સાથે પરફોર્મ કર્યું હતું. ત્યારે પણ યુઝર્સે એશનું નામ ન લેવા માટે સવાલો કર્યા હતા.
બચ્ચન પરિવારમાં (Bachhan family) ખદબદના સમાચારો કંઈ નવા નથી. ઐશ અને અભિ તેમ જ ખાસ કરીને બીગ બી-સાસુ જયા બચ્ચન અને નણંદ શ્વેતા સાથેના સંબંધોમાં ખટાશ આવ્યાના અહેવાલો વારેઘડિયે ચમક્યા કરે છે. ત્યારે બીગ બીની ટ્વીટે ફરી અટકળો તેજ કરી છે.
Also Read –