લગ્ન વિના જ મા બનવા જઈ રહી છે આ જાણીતી એક્ટ્રેસ? ફોટો વાઈરલ થતાં જ…

બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ અમિષા પટેલે પોતાના ફિલ્મી કરિયરમાં ખૂબ જ ગણતરીની ફિલ્મો કરી છે, અને એમાંથી પણ દર્શકોના દિલમાં ફિલ્મ ગદરમાં તેણે નિભાવેલો સકીનાનો રોલ તો આજે પણ એકદમ તાજો જ છે. હંમેશા પોતાની ફિટનેસને કારણે ચર્ચામાં રહેતી અમિષા પટેલને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી રહી છે. વાત જાણે એમ છે કે હાલમાં સોશિયલ મીડિયા પર એક્ટ્રેસે બિકીનીમાં પોતાનો એક ફોટો શેર કર્યો છે અને એને કારણે જ તે પ્રેગ્નન્ટ હોવાની વાત સામે આવી રહી છે. ચાલો જાણીએ શું છે આખી સ્ટોરી-
અમિષા પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બિકીનીમાં ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં ફેન્સની નજર અમિષાના પેટ પર અટકી ગઈ હતી. ગ્રીન કલરના સ્વીમસૂટ પહેરીને પોઝ આપી રહી છે. આ સાથે તેણે વ્હાઈટ શર્ટ, આંખો પર ચશ્મા અને માથા પર ટોપી પહેરી છે. ફોટોમાં એક્ટ્રેસનું પેટ થોડું બહાર દેખાઈ રહ્યું છે, જેને કારણે યુઝર્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે અમિષા પટેલ પ્રેગ્નન્ટ છે.
અમિષાનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને યુઝર્સ સવાલ કરી રહ્યા છે. એક યુઝરે અમિષાના આ વાઈરલ થઈ રહેલાં ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે પ્રેગ્નન્ટ? શું તું માતા બનવાની છે? બીજા એક યુઝરે લખ્યું હતું કે બધાઈ હો મમ્મીજી… ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે પણ ડેડી કોણ છે? યુઝર્સની આ કમેન્ટ્સ જોઈને એક વાત તો સ્પષ્ટ છે કે ફેન્સ અમિષાનો આ ફોટો જોઈને ખૂબ જ કન્ફ્યુઝ છે. જોકે, એક્ટ્રેસે હજી સુધી આ વિશે કોઈ ખુલાસો કર્યો નથી. આવી પરિસ્થિતિમાં એવું પણ બની શકે છે કે એક્ટ્રેસનો આ ફોટો કોઈ ફોટોશૂટનો હોઈ શકે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિષા પટેલ છેલ્લે ફિલ્મ ગદર-ટુમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં સની દેઓલ પણ તેની સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા હતા. અહીંયા તમારી જાણ માટે કે આ ફિલ્મ 22 વર્ષ પહેલાં આવેલી ફિલ્મ ગદરની સિક્વલ હતી.
આપણ વાંચો : Actress Amisha Patelએ લગ્નને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું કે મારા લગ્ન તો…