મનોરંજન

ડિવોર્સની અફવા વચ્ચે Abhishek Bachchanએ પોસ્ટ કરીને કહ્યું જે હતું એ બધું… પોસ્ટ થઈ વાઈરલ

છેલ્લાં કેટલાક સમયથી બોલીવૂડના પાવર કપલ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના ડિવોર્સના સમાચાર સામે આવી રહ્યા છે. જોકે, આ અફવાઓ બાદ પણ કપલ અનેક વખત સાથે દેખાઈ ચૂક્યું છે અને એને કારણે થોડાક સમયથી બંનેના અફેયરની ચર્ચા પણ પૂર્ણવિરામ મૂકાયું છે. પરંતુ હવે ફરી એક વખત જુનિયર બચ્ચને ક્રિપ્ટિક પોસ્ટ કરીને દાળમાં કંઈક કાળું હોવા તરફ ઈશારો કર્યો છે. ફેન્સ આ પોસ્ટને અભિ-ઐશના ડિવોર્સ સાથે જોડીને જોઈ રહ્યા છે. ચાલો જોઈએ આખરે એવું તે શું પોસ્ટ કર્યું અભિષેકે-

અભિષેક બચ્ચને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કરેલી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહી છે. અભિષેકે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું ફરી એક વખત લાપતા થવા માંગુ છું. ભીડમાં મારી જાતને ફરી પામવા માંગુ છું. જે કંઈ પણ હતું એ બધું આપી દીધું પોતાનાઓ માટે, હવે થોડો સમય મારી જાત માટે ઈચ્છું છું… આ પોસ્ટની સાથે અભિષેકે કેપ્શનમાં લખ્યું હતું કે ક્યારેક પોતાની જાતને મળવા માટે બધાથી મિસિંગ થવું પડે છે.

અભિષેકની આ પોસ્ટ મિનિટોમાં જ વાઈરલ થઈ ગઈ હતી. અભિષેકના ફેન્સ આ પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યા છે અને તેને સલાહ આપી રહ્યા છે. એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું છે કે સર તમે થોડાક દિવસ હિમાચલ જઈ આવો, તમને સારુ ંલાગશે. બીજા એક યુઝરે લખ્યું હતું કે લોકલ ટ્રેન પકડીને સવારે 8 વાગ્યે ચર્ચગેટ જાવ અને સાંજે છ વાગ્યે પાછા આવી જાવ. તમારી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે.

વાત કરીએ અભિષેક બચ્ચનના વર્ક ફ્રન્ટની તો અભિષેક બચ્ચન હાલમાં જ ફિલ્મ હાઉસફૂલ 5માં જોવા મળ્યો હતો. આ ફિલ્મે વર્લ્ડવાઈડ 250 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ પહેલાં અભિષેક ફિલ્મ બી હેપ્પીમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ એક સિંગલ પેરેન્ટ પર આધારિત હતી.

આ પણ વાંચો -‏‏‎ Kiara Adwani માટે સાઉથના સુપર સ્ટારે કર્યું કંઈક એવું કે…

અભિષેક બચ્ચનના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ટૂંક સમયમાં જ અભિષેક શાહરુખ ખાનની ફિલ્મ કિંગમાં જોવા મળશે. આ ફિલ્મમાં કિંગખાનની દીકરી સુહાના ખાન પણ શાહરુખ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ફિલ્મને લઈને પણ ફેન્સમાં ખાસી ઉત્સુકતા જોવા મળી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button