Divorceની અફવા વચ્ચે Aishwarya Rai-Bachchanએ કહ્યું હું ખાલી ઐશ્વર્યા રાય છું…
17 વર્ષના લગ્નજીવન બાદ આખરે ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)નું લગ્નજીવન ભંગાણને આરે પહોંચી ગયું છે. છેલ્લાં કેટલાય સમયથી એવા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે તે જેને કારણે ઐશ્વર્યા અને અભિષેક છુટાછેડા લઈ રહ્યા છે એવી ચર્ચા ચાલી રહી છે. પરંતુ જ્યારે ઐશ્વર્યાને બચ્ચન પરિવારની બહુનો ટેગ આપવામાં આવ્યું ત્યારે એની સામે ઐશ્વર્યાએ વાંધો ઉઠાવ્યો હતો, આવો જોઈએ શું કહ્યું ઐશ્વર્યાએ-
એક ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યાને જ્યારે બચ્ચન પરિવારની વહુ તરીકે ઓળખાવવા મુદ્દે તેની રાય પૂછવામાં આવી હતી. તેને પૂછવામાં આવ્યું હતું કે ઐશ્વર્યાને એવું પણ પૂછવામાં આવ્યું હતું કે શું તારા નામની પાઠળ બચ્ચન સરનેમ ઉમેરાતા તારી આઈડેન્ટિટી પર કોઈ સવાલ ઉપસ્થિત થયો છે?
આ સવાલના જવાબમાં ઐશ્વર્યા રાય બચ્ચને જણાવ્યું હતું કે આ સવાલ મારી લાઈફમાં થોડો વધારે જ ખેંચાઈ ગયો છે. ત્યાં સુધી કે આ બધા શબ્દો મારી ગ્લેરિયસ રીડિંગ માટે છે. આ બધું બચ્ચન બહુની સરખામણીએ વધુ ડ્રામેટિક બનાવે છે. હું ઓર્ડિનરી છોકરી છું. હું ઐશ્વર્યા રાય છું, જેણે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા છે, તો મારું નામ આ જ છે.
આ પણ વાંચો : શું Abhishek Bachchanને કારણે ઐશ્વર્યાએ જીગરજાન દોસ્ત સાથે કરી હતી કીટ્ટા
આગળ ઐશ્વર્યાએ કહ્યું કે આ બધું પરેસેપ્સન છે અને મના લાગે છે કે આ ફેર્ટને કારણે ટોક જનરેટ કરે છે અને આ પરિવારના સભ્યો ચોક્કસ જ લોકોની નજરોમાં રહે છે અને એટલે મને લાગે છે કે સરનેમની રેલિવેન્સ આનાથી છે. પરિવારના લોકોએ પબ્લિક પ્લેટફોર્મ પર ઓળખ હાંસિલ કરી છે અને તેઓ એના હકદાર પણ છે. અમે લોકો એક પરિવાર છીએ. અભિષેક અને હું એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમને માતા-પિતાના આશિર્વાદ મળ્યા અને અમે લોકોએ લગ્ન કરી લીધા.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને અભિષેકને એક દીકરી છે આરાધ્યા. હાલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચેના પારિવારિક વિખવાદને કારણે બચ્ચન પરિવાર પણ ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. જોકે, બંનેએ હજી સુધી આ બાબતે કોઈ ખુલાસો કે જાહેરાત કરી નથી.