Abhishek અને Aishwaryaના ડિવોર્સ સમાચાર વચ્ચે Amitabh Bachchanએ Familyને લઈને કરેલી પોસ્ટ વાઈરલ
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 80 દાયકાની સફર ખેડી ચૂક્યા છે અને હજી પણ ફિલ્મોમાં હજી પણ તેઓ એક્ટિવ છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી બિગ બી પારિવારિક વિખવાદને કારણે લાઈમલાઇટમાં રહે છે. અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)ના લગ્ન જીવનમાં પડેલા ભંગાણને કારણે બચ્ચન પરિવાર ખૂબ જ ચર્ચામાં રહે છે. અનેક રીપોર્ટસમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે બંને જણ ડિવોર્સ લઈ રહ્યા છે, જોકે બંનેમાંથી કોઈ પણ આને લઈને સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી.
પરિવારમાં ચાલી રહેલાં વિખવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર બિગ બીની પરિવારને લઈને કરવામાં આવેલી એક પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે. અહીંયા તમારી જાણ ખાતર કે આ ઉંમરે પણ બિગ બી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફરી એક વખત પરિવારને લઈને કરેલી તેમની પોસ્ટને કારણે તેઓ ચર્ચામાં આવી ગયા છે. આવો જોઈએ બિગ બીએ શું કહ્યું છે પરિવારને લઈને…
આ પણ વાંચો : Abhishek Bachchan-Aishwarya Rai વચ્ચેના ભંગાણ વચ્ચે Amitabh Bachchanએ આપી મેરિડ કપલને આવી સલાહ…
મળી રહેલી માહિતી પ્રમાણે બિગ બીએ પોતાના બ્લોગ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં બિગ બીએ બ્રેક અને પરિવારને લઈને વાત કરી છે. ગુરુવારે પોતાના બ્લોગ પર કરેલી પોસ્ટમાં બિગ બી લખ્યું હતું કે એક શાંત દિવસ… પોતાના શરીર પર કામ કર્યું અને પરિવાર સાથે સમય પસાર કર્યો. જોકે, રજાનો દિવસ ખૂબ જ વિચિત્ર હોય છે, બધા બાકી રહેલા કામ પૂરા કરવામાં જ રજા પૂરી થઈ જાય છે. છેલ્લાં કેટલાય દિવસ સ્ટુડિયોમાં જ વ્યસ્ત ગયા એટલે બ્લોગ લખવાનો પણ ટાઈમ ન મળ્યો. પણ આવનારા દિવસોમાં આશા રાખીએ કે તમારી સાથે કનેકટ રહેવા માટે થોડો વધુ સમય કાઢી શકીશ.
બિગ બીએ પોતાના બ્લોગમાં આગળ એવું પણ લખ્યું હતું કે અમારા બધા માટે હમેશાંથી જ દર્શકોનો પ્રેમ અને લાગણી જ પ્રેરનાસમાન રહ્યા છે. હા એમના માટે સારા માણસ બનવાનો પ્રયાસ કરી શકાય. બિગ બીની આ પોસ્ટ ખૂબ જ ચર્ચામાં છે.
વાત કરીએ વર્ક ફ્રન્ટની તો બિગ બી હાલમાં તેમના લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિની શૂટિંગમાં વ્યસ્ત છે. એ પહેલાં તેઓ ફિલ્મ કલ્કિમાં જોવા મળ્યા હતા. આ સિવાય અમિતાભ બચ્ચન અને આખો બચ્ચન પરિવાર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે પડેલા ભંગાણને કારણે સખત લાઈમ લાઈટમાં રહે છે.