Amrican Pop Singerએ પર્ફોર્મન્સ દરમિયાન ફેન્સ સામે બદલ્યા કપડા… વીડિયો થયો વાઈરલ…

Amrican Pop Singer Taylor Swiftની જબરી ફેન ફોલોઈંગ છે અને તેના ગીત સાંભળવા માટે કોન્સર્ટમાં ફેન્સની ભીડ જોવા મળે છે. બીજી બાજું Taylor Swift પણ પોતાના ફેન્સનું એન્ટરટેઈન કરવાની એક પણ તક છોડતી નથી. આવું જ કંઈક ગુરુવારે પેરિસમાં હાલમાં યોજાયેલા સિંગરના લાઈવ કોન્સર્ટમાં જોવા મળ્યું હતું. સિંગરે લાઈવ કોન્સર્ટમાં કંઈ એવું કર્યું હતું કે જે જોઈને ફેન્સ પણ ચોંકી ઉઠ્યા હતા. સોશિયલ મીડિયા પર ટેલરના લાઈવ કોન્સર્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું Taylor Swiftએ…
ગુરુવારે Taylor Swift પેરિસમાં એક લાઈવ કોન્સર્ટમાં પર્ફોર્મ કરી રહી હતી અને આ શો દરમિયાન જ ભીડની સામે પોતાના આઉટફિટ્સ બદલવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. કોન્સર્ટ જોવા આવેલા ફેન્સ પણ આ જોઈને ચોંકી ઉઠ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર લાઈવ કોન્સર્ટ દરમિયાન Taylor Swift પોતાનું હિટ સોન્ગ ધ સ્મોલેસ્ટ મેન હુ એવ લિવ્ડ પર પર્ફોર્મન્સ આપી રહી હતી અને ગીત ગાતા ગાતા જ તેણે પોતાના આઉટફિટ્સ ચેન્જ કરવાનું નક્કી કર્યું. પહેલાં તેણે સફેદ કલરનો આઉટફિટ પહેર્યો હતો અને તેણે ચાલુ પર્ફોમન્સમાં જ ડ્રેસ બદલવાનું શરુ કર્યું. આ દરમિયાન તે બ્લેક બ્રા અને શોર્ટ્સમાં જોવા મળી હતી. જોકે, બાદમાં તેણે ગોલ્ડન જેકેટ પહેર્યું હતું. ફેન્સ પોતાની ફેવરેટ પોપ સિંગરનું આ ઈન્સ્ટન્ટ ટ્રાન્સફોર્મેશન જોઈને ચોંકી ગયા હતા.
સોશિયલ મીડિયા પર Taylor Swiftનો આ ટ્રાન્સફોર્મેશનનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. દરમિયાન કેટલાક લોકોએ સિંગરને ટ્રોલ કરવા શરું કર્યું હતું. એક યુઝરે Taylor Swiftના વીડિયો નીચે કમેન્ટ સેક્શનમાં લખ્યું હતું કે આ બિલકુલ સારું નથી.