કપાળ પર લાલ ચાંદલો, સેંથામાં લાલ સિંદૂર, અંબાડોમાં ગજરો નીતા અંબાણીનો આ લૂક જોશો તો…

દેશ અને દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને હાલમાં જ આખો અંબાણી પરિવાર મુંબઈમાં યોજાયેલા ગ્લોબલ પીસ ઓનર્સ 2025 એવોર્ડ ફંક્શનમાં પહોંચ્યો હતો. આ ફંક્શન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ અને દિવ્યજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. હર હંમેશની જેમ જ અંબાણી લેડિઝે પોતાના સિમ્પલ બટ એલિગન્ટ લૂકથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી. જેના ફોટો વાઈરલ થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટો અને વીડિયોમાં નીતા અંબાણી, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટે ટ્રેડિશનલ આઈવરી રંગના આઉટફિટ સ્ટાઈલ કર્યા હતા. વાત કરીએ નીતા અંબાણીની તો નીતા અંબાણીએ આ ઈવેન્ટ માટે આઈવરી રંગની સાડી પહેરી હતી. જેના પર સુંદર બારી એપ્લિક વર્ક અને ચિકનકારી એમ્બ્રોઈડરી કરવામાં આવી હતી સ્કૈલ્પ્ડ બોર્ડર અને ભારે એમ્બ્રોઈડરીવાળા પાલવે સાડીની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા.
આ પણ વાંચો: નીતા અંબાણીને આ ખાસ નામથી બોલાવે છે જમાઈ આનંદ પિરામલ, વીડિયો થયો વાઈરલ…
નીતા અંબાણીએ સાડી સાથે મેચ કરતાં આઈવરી બ્લાઉઝ પહેર્યો હતો અને એના પર સુંદર ફ્લોરલ એમ્બ્રોઈડરી અને સિક્વિનનું કામ કરવામાં આવ્યું હતું. રાઉન્ડ નેકલાઈન, હાફ લેન્થ સ્લિવ્ઝ અને ક્રોપ્ડ હેમલાઈન બ્લાઉઝ હતો. આ આઉટફિટ સાથે નીતા અંબાણીએ શાનદાર જ્વેલરી પસંદ કરી હતી. ડાયમંડના ઝૂમખા, મોતીનો હાર અને હાથમાં બંગડી પહેરી હતી. તેમણે પોતાના લૂકને પોટલી બેગ સાથે કેરી કર્યો હતો.
નીતા અંબાણીએ આઈવરી આઉટફિટ સાથે હળવો મેકઅપ કર્યો હતો. હોઠો પર ગ્લોસી પિંક શેડની લિપસ્ટિક, લાલ ચાંદલો, અંબોડામાં ગજરો પહેરીને નીતા અંબાણી એકદમ સુંદર લાગી રહ્યા હતા. આ સમયે તેમના લૂકમાં ચાર ચાંદ લગાવ્યા હતા તેમણે સેંથામાં પૂરેલાં લાલ સિંદૂરે.
શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટના લૂકની વાત કરીએ તો પરિવારની બંને વહુરાણીઓ પણ આઈવરી રંગના સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અંબાણી લેડિઝના સિમ્પલ બટ એલિગન્ટ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ વાઈરલ વીડિયો અને ફોટા ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…



