કેટલું હતું અંબાણી પરિવારના ઘરનું પહેલું ઈલેક્ટ્રિસિટી બિલ? આંકડો સાંભળીને….

અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને એક પણ મિનિટ એસી કે પંખા વિના રહેવું જાણે મુશ્કેલ થઈ રહ્યું છે. જોકે, પંખા અને એસીના ઉપયોગ બાદ આવતું ઈલેક્ટ્રિસિટી બિલ જોઈને બીજો પરસેવો વળી જાય એ અલગ વાત છે. આપણા ઘરનું બિલ જોઈને જો આપણી હાલત થતી હોય તો જરા વિચારો કે મુંબઈના સૌથી મોટા ઘરમાં રહેલાં દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani)ના ઘર એન્ટિલિયાનું બિલ કેટલું આવતું હશે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
વાત કરીએ એન્ટિલિયાના ઈલેક્ટ્રિસિટી બિલની પણ એ પહેલાં થોડું એન્ટિલિયા વિશે જાણી લઈએ. એન્ટિલિયાની કિંમત 15,000 કરોડ રૂપિયા છે એ વાત તો આપણે જાણીએ છીએ. 27 માળની આ ઈમારત શહેરના સૌથી આધુનિક ઘરમાંથી એક છે, જેની ગણતરી દુનિયાના મોંઘા ઘરોમાં કરવામાં આવે છે. વાત કરીએ અંબાણી પરિવારના આ આલિશાન ઘરના પહેલાં ઈલેક્ટ્રિસિટી બિલની તો એનો આંકડો જાણીને તમારી આંખો પહોળી થઈ જશે.

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર 2010માં એન્ટિલિયા ખાતે 6,37,240 યુનિટ ઈલેક્ટ્રિસિટીનો વપરાશ થયો હતો અને એ માટે અંબાણી પરિવારને આશરે રૂ. 70,69,488 રૂપિયાનું બિલ મોકલવામાં આવ્યું હતું. આ બિલ પર અંબાણી પરિવારને આશરે 40,000 રૂપિયાનું રિડમ્પ્શન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: રાતના બે વાગ્યે શું કરે છે Mukesh Ambani? દીકરા આકાશ અંબાણીએ કર્યો ચોંકાવનારો ખુલાસો…
ચોંકી ઉઠ્યાને આ આંકડો વાંચીને? 15,000 કરોડ રૂપિયાના ઘરમાં 70,00,000 લાખ રૂપિયાનું બિલ એ કંઈ ખાસ મોટી વાત તો ના કહેવાય અને એમાં પણ આ તો ભાઈસાબ અંબાણીઝ છે એટલે એમની તો કંઈ વાત થાય?
અત્રે ઉલ્લેખનીય છે કે એશિયાના સૌથી અમીર વ્યક્તિમાંથી એક એવા અંબાણી પરિવારના આ સુંદર આશિયાનાની કિંમત 15,000 કરોડ રૂપિયા છે અનેએને કારણે તે બ્રિટનના બકિંઘમ પેલેસ બાદ દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું ઘર બની ગયું છે.