Viral Video: વિસર્જન દરમિયાન Radhika Merchant-Anant Ambaniએ સરેઆમ કરી એવી હરકત કે… | મુંબઈ સમાચાર
મનોરંજન

Viral Video: વિસર્જન દરમિયાન Radhika Merchant-Anant Ambaniએ સરેઆમ કરી એવી હરકત કે…

દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારે ધામધૂમથી ગણેશોત્સવ સેલિબ્રેટ કર્યો હતો અને ગઈકાલે ભારે હૈયે તેમણે એન્ટિલિયા ચા રાજાને વિદાય આપી હતી. લગ્ન બાદ અનંત અંબાણી (Anant Ambani) સાથે લગ્ન કર્યા બાદ આ બીજું વર્ષ છે જ્યારે રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)એ બાપ્પાનું સ્વાગત કર્યું હોય અને એ પણ એકદમ ધામધૂમથી. બાપ્પાને વિદાય વખતે રાધિકા ક્યારેક પોતાની મસ્તીમાં મસ્ત તો ક્યારેક ખોવાયેલી કે ક્યારેક લોકોને પ્રસાદ વહેંચતી જોવા મળી હતી, જેના વીડિયો સોશિલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું છે આખી સ્ટોરી-

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં અંબાણી પરિવારની વહુરાણી રાધિકા મર્ચન્ટ પિંક કલરના સુંદર આઉટફિટમાં જોવા મળી હતી, ફૂલોથી સજાવેલા ટ્રક પસ બેસીને રાધિકાએ બાપ્પાને વિદાય આપી હતી. નીતા અંબાણી પણ આ સમયે પોતાની નાની વહુરાણી રાધિકા સાથે ટ્રક પર જોવા મળ્યા હતા. આ સમયે અંબાણી પરિવારમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.

રાધિકા-અનંતની મસ્તી…

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે જેમાં ફૂલોથી સજાવેલા ટ્રકમાં રાધિકા મર્ચન્ટ બેઠેલી જોવા મળે છે. દરમિયાન અનંત અંબાણી ટ્રકની પાછળ પાછળ ચાલતો જોવા મળે છે. રાધિકા આ સમયે પતિ અનંતને ફૂલો ફેંકીને મારતી જોવા મળી હતી તો અનંત પણ જાણે પત્ની રાધિકાને પજવવામાં કોઈ કમી ના છોડવા માંગતો હોય તેમ તેને સામે ફૂલો ફેંકીને મારે છે, પણ રાધિકા ત્યાંથી ઝડપથી ઊભી થઈને અંદરની તરફ જતી રહે છે.

ગુલાલના રંગે રંગાયો અંબાણી પરિવાર…

બાપ્પાના વિસર્જન સમયે અંબાણી પરિવારના સભ્યો અને મિત્રો સાથે ગુલાલ રમ્યા હતા અને લોકોને ધન્યવાદ આપતા જોવા મળ્યા હતા. આ સમયે ઓરી ઉર્ફે ઓરહાન અવત્રમણિ અને શિખર પહાડિયા પણ સાથે જોવા મળ્યા હતા. જ્યારે અંબાણી પરિવારના મોટા દીકરા અને વહુરાણી આકાશ અંબાણી, શ્લોકા મહેતા અને દીકરી ઈશા અંબાણી ક્યાંય જોવા મળ્યા નહોતા. બાપ્પાને વિદાય આપતી વખતે નીતા અંબાણીએ પણ ગુલાબી રંગનો સૂટ પહેર્યો હતો.

રાધિકાએ ભક્તોને વહેંચ્યો પ્રસાદ

સોશિયલ મીડિયા પર બીજો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં અંબાણી પરિવારના આ નાન વહુરાણી પોતાની સાદગીથી લોકોના દિલ જિતતી જોવા મળી હતી. વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં રાધિકા મર્ચન્ટ ભક્તોમાં પ્રસાદ વહેંચતા જોવા મળી હતી.

એન્ટિલિયા ખાતે સેલિબ્રિટીઓનો જમાવડો

નીતા અંબાણી અને મુકેશ અંબાણીને ત્યાં ગણેપતિ સ્થાપના હોય અને બોલીવૂડ સેલેબ્સ ના પહોંચે એવું તો ના જ બને ને? સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં પરિવાર સાથે શાહરુખ ખાન સાથે બાપ્પાના દર્શન કરવા પહોંચ્યો હતો. કિંગખાન ખૂબ જ ઉમળકાથી નીતા અંબાણીને ગળે મળતો પણ જોવા મળી રહ્યો છે.

આ સિવાય પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ, રણવીર સિંહ-દીપિકા પાદુકોણ સહિતના અનેક સેલિબ્રિટીઓ પણ બાપ્પાના દર્શને પહોંચ્યા હતા. દરમિયાન દીપિકાના ડ્રેસની ચર્ચા પણ સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

આ પણ વાંચો..ટાઈટ સિક્યોરિટી વચ્ચે આ કોણ પધાર્યું અંબાણી પરિવારના એન્ટિલિયામાં? વીડિયો થયો વાઈરલ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button