Salman Khan અને Shloka Mehtaનો આ વાઈરલ વીડિયો જોયો કે? એક વખત જોઈ જ લો…
સોશિયલ મીડિયા અને ઓનલાઈન વેબપોર્ટલ્સ પર બોલીવૂડના દબંગ એક્ટર સલમાન ખાન (Salman Khan) અને દુનિયાના ધનવાન પરિવાર અંબાણી (Ambani Family)ની જ બોલબાલા જોવા મળી રહી છે. સલમાન ખાને પોતાનો જન્મદિવસ ખૂબ જ હાઈ સિક્યોરિટી વચ્ચે જામનગર ખાતે સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન આખો પરિવાર સાથે જોવા મળ્યો હતો. દરમિયાનનો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં સલમાન ખાન અને અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા (Shloka Mehta) જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં શ્લોકા અને સલમાન કંઈક એવું કરતાં જોવા મળે છે કે જેની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે.
આવો જોઈએ આખરે એવું તે શું કર્યું સલમાન ખાને-સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં સલમાન ખાન અને શ્લોકા મહેતા સાથે જોવા મળી રહ્યા છે. સલમાનના બર્થડેની અંબાણી પરિવારે ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. વીડિયોમાં જોવા મળે છે કે સલમાન જેવો અંબાણી પરિવારના ઈવેન્ટમાં પહોંચે છે એટલે નીતા અંબાણી (Nita Ambani) અને મુકેશ અંબાણી (Mukesh Ambani)ના મોટા વહુ શ્લોકા મહેતાને ગળે મળીને ગ્રીટ કરે છે.
સલમાને આ સમયે બ્લેક ટ્રાઉઝર પહેર્યો હતો અને આ સાથે તેણે યેલો શર્ટ પહેર્યો હતો, જ્યારે શ્લોકાએ સ્કાય બ્લુ કલરનો સૂટ પહેર્યો હતો. શ્લોકા પણ સલમાનને ગળે મળીને ગ્રીટ કરે છે અને તે તેને વેલકમ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાને 59મો વર્ષ સેલિબ્રેટ કર્યો હતો અને ત્યાર બાદ તે અનંદ અંબાણી (Anant Ambani) સાથે મોલમાં પણ જોવા મળ્યો હતો. મોલમાં સલમાને પોતાની અપકમિંગ ફિલ્મ સિકંદરનું ટીઝર પણ લોન્ચ કર્યું હતું. સલમાનને જોઈને ફેન્સ એકદમ ક્રેઝી થઈ ગયા હતા અને સલમાને પણ ફેન્સની મુલાકાત લીધી હતી.
Also read: ભાજપ અને બન્ને શિવસેના વચ્ચે જૂનિયર અંબાણી મિડલમેન? મહારાષ્ટ્ર રાજકારણમાં ધણધણાટી
સલમાને જામનગરના લોકોને આપ્યો મેસેજ સલમાન ખાન હાલમાં જામનગરમાં છે, જ્યાં તેણે પોતાની આગામી ફિલ્મનું ટીઝર પણ લોન્ચ કર્યું હતું. આ સમયે તેણે જામનગરના લોકોને ખાસ મેસેજ પણ આપ્યો હતો. સલમાને જણાવ્યું હતું તે તમે લોકો એટલા લકી છો કે તમે જામનગરમાં રહો છો. હું અહીંયા આવતો રહું છું, પણ તમે અહીં જ રહો છો. કેટલી સુંદર જગ્યા છે. આ સ્વર્ગ સમાન છે. મને તમારા લોકોની ઈર્ષ્યા થાય છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન આવતા વર્ષે ફિલ્મ સિકંદરમાં જોવા મળશે અને તેનું ટીઝર હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે.