પહેચાન કૌનઃ તુલસી વહુના પતિ અને અમિતાભના દીકરાને ઓળખવો મુશ્કેલ
ટેલિવિઝન અને ફિલ્મની દુનિયામાં એકવાર સફળ થયા બાદ જીવનભર સફળ નથી રહેવાતું. સતત સંઘર્ષ કરવો પડે છે અને લોકોની નજરમાં રહેવું પડે છે. બાકી લોકો સુપરસ્ટારને ભૂલવામાં પણ સમય નથી લગાડતા. આવું જ કંઈક એક એક્ટર સાથે થયું હોવાનું જાણવા મળે છે.
આ એક્ટર દૂરદર્શનની 55 ખંભે લાલ દિવારેથી લોકોન નજરમાં આવ્યો હતો, પરંતુ તે ઘરમાં ઘરમાં જાણીતો થયો એકતા કપૂરની સુપરહીટ સિરિયલ ક્યૂંકી સાસ ભી કભી બહુ થી. આ સિરિયલ જોનારાને યાદ હોય તો મિહિરનો રોલ કરનાર અમર ઉપાધ્યાયને મૃત બતાવવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ પરિવારે અનુપમ કાપડીયા નામના બિઝનેસમેન સાથે ઘરની વહુ તુલસીના લગ્ન ગોઠવ્યા હતા. જોકે અનુપમ સાથે સાત ફેરા તુલસી લે તે પહેલા જ મૃત મિહિર જીવિત થઈને પાછો આવતો બતાવવામાં આવ્યો હતો. એટલે અનુપમમાં હાથમાં તુલસી આવતા આવતા રહી ગઈ હતી. વાત એ અનુપમની એટલે કે અભિનેતા અમન વર્માની છે.
આ હેન્ડસમ અમન વર્માએ પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેને જોઈ તેના ફેન્સ ખાસ એક્ઝાઈટેડ નથી થયા, ઉલટાનો તેને ઓળખવો જ મુશ્કેલ બની ગયો છે. અમને તસવીરમાં શર્ટ પહેર્યો નથી, પરંતુ તેનું બૉડી ફીટ દેખાવાને બદલે લૂઝ દેખાઈ રહ્યું હોવાની કોમેન્ટ્સ નેટિઝન્સ કરી રહ્યા છે. તો ચહેરા પરનો ચાર્મ ગાયબ છે અને ગ્રે બિયર્ડ પણ તેને સ્યૂટ કરતી નથી.
અમન ટીવી અને ફિલ્મો બન્નેનો જાણીતો કલાકાર હતો. બાગબાનમાં તેણે બિગ બીના દીકરાની ભૂમિકા નિભાવી હતી તો સંઘર્ષમાં તે પ્રીતિ ઝિંટાનો બૉય ફ્રેન્ડ હતો. તેના પર ગીતો પણ ફિલ્માવાયેલા છે. આટલો ટેલેન્ટેડ અને ગુડ લૂકિંગ એક્ટર ક્યાં ખોવાઈ ગયો તેની કોઈએ દરકાર ન કરી અને હવે તેની તસવીર પણ ઓળખવી મુશ્કેલ છે.
બહારથી ઝાકઝમાળ લાગતી ફિલ્મી દુનિયાની આ પણ એક બાજુ છે.