મનોરંજન

અલ્લુ અર્જુનની પુષ્પા 2 કરોડોમાં વેચાઈ, આ OTT પ્લેટફોર્મે રિલીઝ પહેલા જ રાઈટ્સ ખરીદ્યા

વર્ષ 2021માં રીલિઝ થયેલી સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા’ની સિક્વલ ‘પુષ્પા 2: ધ રૂલ’ને લઈને લોકોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ‘પુષ્પા 2’ આ વર્ષે 6 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે, પરંતુ ફિલ્મના ઓટીટી રાઇટ્સ તેની રિલીઝના ઘણા મહિના પહેલા વેચી દેવામાં આવ્યા છે,

અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2: ધ રૂલ’ રિલીઝ પહેલા જ કરોડોની કમાણી કરી રહી છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે થોડા મહિનામાં ચાહકોની રાહનો અંત આવશે, એવી જાણકારી મળી છે. તાજેતરના અહેવાલ મુજબ, એક OTT પ્લેટફોર્મે પુષ્પા 2: ધ રૂલના અધિકારો ખરીદ્યા છે. ચાલો જાણીએ કે તે કયું પ્લેટફોર્મ છે અને તે પ્લેટફોર્મે કેટલા કરોડમાં રાઈટ્સ ખરીદ્યા છે.

અહેવાલો અનુસાર, નેટફ્લિક્સે ‘પુષ્પા 2: ધ રૂલ’ની રિલીઝ પહેલા જ ફિલ્મના OTT અધિકારો ખરીદી લીધા છે. અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ના OTT અધિકારો ડિજિટલ પ્લેટફોર્મ Netflixને આપવામાં આવ્યા છે. નેટફ્લિક્સે રૂ. 270 કરોડમાં આ ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા છે. મળતી માહિતી મુજબ નેટફ્લિક્સ અને નિર્માતાઓએ આ ડીલ માટે તમામ દસ્તાવેજો પૂર્ણ કરી લીધા છે. નેટફ્લિક્સે તમામ ભાષાઓમાં ફિલ્મના પોસ્ટ થિયેટર રિલીઝના અધિકારો પણ ખરીદી લીધા છે. અગાઉ એવી અફવા હતી કે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી શકે છે, પરંતુ હવે મેકર્સે માહિતી આપી છે કે ફિલ્મ 6 ડિસેમ્બરે જ રિલીઝ થશે.

આ પણ વાંચો : અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ ફિલ્મ માટે ડિરેક્ટરની હતી એક અલગ યોજના?

ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને માયથરી મૂવી મેકર્સ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના રિલીઝ પહેલા તેના ટીઝર અને ગીતોએ ચાહકોમાં ધૂમ મચાવી દીધી છે. તેના ગીતો ‘પુષ્પા પુષ્પા’ અને ‘અંગારો’ લોકોમાં ઘણા જાણીતા બન્યા છે.
મળતી માહિતી અનુસાર ફિલ્મના મેકર્સ અને નેટફ્લિક્સ વચ્ચે કરોડોની ડીલ સાઈન કરવામાં આવી છે. પુષ્પા 2′ ડિજિટલ અધિકારોના સંદર્ભમાં સૌથી મોંઘી ભારતીય ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

OTT પર કરોડોમાં વેચાયેલી ભારતીય ફિલ્મોમાં ‘પુષ્પા 2’ ચોથા સ્થાન પર છે. પ્રથમ સ્થાન પર ‘RRR’છે જેના ડિજિટલ રાઇટ્સ નેટફ્લિક્સ, હોટસ્ટાર અને Zee5 દ્વારા 385 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે. બીજા સ્થાને ‘Kalki 2898 AD’ છે, જેના રાઇટ્સ નેટફ્લિક્સ અને પ્રાઇમ વીડિયોએ મળીને 375 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. ત્રીજા નંબર પર ‘KGF ચેપ્ટર 2’ છે, જેના ડિજિટલ રાઇટ્સ પ્રાઇમ વીડિયોને રૂ. 320 કરોડમાં વેચવામાં આવ્યા હતા.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’નું બજેટ લગભગ 500 કરોડ રૂપિયા છે. એ હિસાબે જોઇએ તો આ ફિલ્મે તેની રિલીઝ પહેલા જ તેનો અડધોથી વધુ ખર્ચ વસુલ કરી લીધો છે અને ફિલ્મના બે સોંગ રિલીઝ કરવામાં આવ્યા છે, જે દર્શકોમાં ઘણા જ હિટ બન્યા છે અને તેઓ હવે ફિલ્મની રિલીઝની રાહ જોઇ રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી