ટોપ ન્યૂઝમનોરંજન

Pushpa-2 Stampede Case: અલ્લુ અર્જુન આજે મુખ્ય પ્રધાનને મળશે, આ મુદ્દે થઇ શકે છે ચર્ચા

હૈદરાબાદ: ‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન મચેલી નાસભાગમાં મહિલાના મૃત્યુ અંગે તેલુગુ ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુન સામે કાર્યવાહી કરવામાં (Case against Allu Arjun) આવી રહી છે. એવામાં અહેવાલ છે કે આજે ગુરુવારે અલ્લુ અર્જુન તેના પરિવાર સાથે તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી(Revath Reddy)ને મળવા જશે.

ચિરંજીવી પણ સાથે હશે:
અલ્લુ અર્જુન તેના કાકા કાકા ચિરંજીવી અને પિતા અલ્લુ અરવિંદ સહિત, આજે કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીને મળવા જઈ રહ્યા છે. આ બેઠકમાં સરકાર વતી ડેપ્યુટી સીએમ ભાટી, સિનેમેટોગ્રાફી મિનિસ્ટર કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડી, ઉત્તમ કુમાર રેડ્ડી, દામોદર રાજનરસિમ્હા હાજર રહેશે. સંધ્યા થિયેટરમાં બનેલી દુ:ખદ ઘટના બાદ આ બેઠક બોલાવવામાં આવી છે.

અલ્લુ અર્જુન મુખ્ય પ્રધાનને મળશે:
નાસભાગના ઘટનાક્રમ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. સંધ્યા થિયેટરમાં નાસભાગની ઘટનાની તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર અસર પડી છે. આવી સ્થિતિમાં આ બેઠકને ફિલ્મ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. બેઠકનો સૌથી મહત્વનો મુદો મુખ્ય પ્રધાનની નારાજગી દૂર કરવાનો છે. ચિરંજીવી અને અલ્લુ અરવિંદ પણ અલ્લુ અર્જુન નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનનો પક્ષ રજૂ કરશે.

Also Read – અલ્લુ અર્જુનને પોલીસે કર્યા આ સવાલોઃ અભિનેતા બરાબરનો ફસાયો

પીડિત પરિવારને મદદની જાહેરાત:
અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદે જાહેરાત કરી છે કે ફિલ્મ ‘પુષ્પા 2’ના નિર્માતા અને ટીમ સાથે મળીને પીડિત પરિવારને મદદ કરી રહ્યા છે અને 2 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. તેમાંથી 1 કરોડ રૂપિયા અલ્લુ અર્જુન આપી રહ્યો છે. તે જ સમયે, ‘પુષ્પા 2’ ના નિર્માતા અને નિર્દેશક 50-50 લાખ રૂપિયા આપશે.

રેવન્ત રેડ્ડીનું નિવેદન:
રવિવારે અભિનેતા અલ્લુ-અર્જુનના ઘરની બહાર હોબાળો થયો હતો. તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ કહ્યું છે કે, ‘હું ફિલ્મી હસ્તીઓના ઘર પર હુમલાની નિંદા કરું છું. હું રાજ્યના DGP અને શહેર પોલીસ કમિશનરને કાયદો અને વ્યવસ્થાની બાબતોમાં કડક પગલાં લેવાનો આદેશ આપી રહ્યો છું. આ બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button