ફિલ્મ Pushpa-2ના પ્રમોશન ઈવેન્ટમાં શ્રીવલ્લીનો ગ્લેમરસ લૂકે વધાર્યો ઈન્ટરનેટનો પારો…
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ટુની દર્શકો અને અલ્લુ અર્જુનના ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ પાંચમી ડિસેમ્બરના થિયેટરમાં ધમાલ મચાવવા તૈયાર છે. આ બધા વચ્ચે પુષ્પા રાજ પોતાની શ્રીવલ્લી એટલે રશ્મિકા મંદાના સાથે જોરશોરથી આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે અને હાલમાં જ બંને મુંબઈના એક ઈવેન્ટમાં સ્પોટ થયા હતા. આ સમયે શ્રીવલ્લીનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો, જેના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાના આ ફોટો મુંબઈની એક ઈવેન્ટનો છે અને બંને જણ આ ઈવેન્ટમાં એકદમ ગ્લેમરસ લાગી રહ્યા છે. અલ્લુ અર્જુન આ ઈવેન્ટમાં ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યો હતો અને તે હંમેશાની જેમ જ ડેશિંગ લાગી રહ્યો હતો. અર્જુને આ સમયે બ્લેક સૂટ પહેર્યો છે, જેના પર વર્ક કરવામાં આવ્યું છે. તેણે આંખો પર કાળા ચશ્મા લગાવીને પોતાનો લૂક પૂરો કર્યો છે.
વાત કરીએ નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાની તો તે હંમેશાની જેમ જ એકદમ ક્યુટ અને બ્યુટીફૂલ લાગી રહી હતી. એક્ટ્રેસે પણ અર્જુનની જેમ જ બ્લેક સાડી પહેરી છે. રશ્મિકાએ આ સાડી એક ડીપનેક ડિઝાઈન બ્લાઉઝ સાથે પહેરી હતી. ખુલ્લા વાળમાં રશ્મિકા એકદમ ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આ પણ વાંચો : ‘પુષ્પા 2’ના પ્રોડ્યુસર્સ અને મ્યુઝિક ડાયરેક્ટર વચ્ચે અણબનાવ! આહેવાલોથી ખળભળાટ
અત્રે ઉલ્લેખનીય છે કે રશ્મિકા મંદાના અને અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-ટુ આવતા મહિને એટલે કે પાંચમી ડિસેમ્બરના રિલીઝ થવા જઈ રહી છે. દર્શકો ખૂબ જ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ખૂબ જ જોરશોરથી ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. ફિલ્મ પહેલાં ઓગસ્ટમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોઈ કારણે તેની રિલીઝ પોસ્ટપોન્ડ કરવામાં આવી હતી અને હવે આ ફિલ્મ આખરે રિલીઝ થવા માટે તૈયાર છે.